નિકોલમાં દારૂના નશામાં આધેડે કર્યું ધડાધડ ફાયરિંગ
અમદાવાદ પોલીસ હજુ રથયાત્રાના બંદોબસ્તનો થાક ઉતારી ઘરે જ જવાની હતી,ત્યાં અમદાવાદ શહેરનાં નિકોલ વિસ્તારમાં બન્યો ફાયરિંગનો બનાવ બન્યો હતો. ફાયરિંગનો બનાવ બનતા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે દોડવું પડ્યું. જેમાં મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સામે આવ્યું કે એક વ્યક્તિ દારૂના નશામાં છાકટો બની ગયો અને કરી નાખ્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ.આ ગુનામાં નિકોલ પોલીસે નિકોલમાં ગોવર્ધન ગેલેક્સી
12:38 PM Jul 02, 2022 IST
|
Vipul Pandya
અમદાવાદ પોલીસ હજુ રથયાત્રાના બંદોબસ્તનો થાક ઉતારી ઘરે જ જવાની હતી,ત્યાં અમદાવાદ શહેરનાં નિકોલ વિસ્તારમાં બન્યો ફાયરિંગનો બનાવ બન્યો હતો. ફાયરિંગનો બનાવ બનતા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે દોડવું પડ્યું. જેમાં મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સામે આવ્યું કે એક વ્યક્તિ દારૂના નશામાં છાકટો બની ગયો અને કરી નાખ્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ.
આ ગુનામાં નિકોલ પોલીસે નિકોલમાં ગોવર્ધન ગેલેક્સી બંગલામાં રહેતા ચરણજીત સરના નામનાં 50 વર્ષીય આધેડની ધરપકડ કરી છે.આરોપી શુક્રવારે રાતના સમયે તેનાં ઘરની બહાર નીકળ્યો હતો.તે જ સમયે ચિરાગભાઈ હદવાણી નામના વ્યક્તિ પોતાનું શ્વાન લઈ વોકિંગ કરવા નિકળ્યા હતા.અચાનક જ ચરણજીતે કપડામાંથી હથિયાર કાઢી ચિરાગભાઈ સામે તાકયું.ચિરાગભાઈ હજુ કઈ સમજે એ પહેલા આરોપીની પુત્રી આવી ગઈ અને પિતાના હાથને ધક્કો મારતા આરોપીએ હવામાં ત્રણેક રાઉન્ડ ફાયરિંગ કર્યું.હવામાં ફાયરિંગ થતા જ ચિરાગભાઈનો જીવ બચી ગયો હતો.
નિકોલ પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે પહોંચીને જોયું તો આરોપી ચરણજીત અસ્વસ્થ હાલતમાં એટલે કે નશાની હાલતમાં હતોજેથી પોલીસે તેની આકરી પુછપરછ કરી અટકાયત કરી.તેની સામે પ્રોહીબિશન અને હથિયાર ધારા મુજબ ગુનો નોંધી ધરપકડ પણ કરી.આરોપી ગ્રોસરીની દુકાન ધરાવી વેપાર કરે છે પણ તે દારૂનો વ્યસની છે.અને નશામાં જ તેણે હથિયારથી ફાયરિંગ પણ કર્યું.આરોપી પાસે હથિયારના લાયસન્સ પણ છે.પહેલા લિકર પરમીટ હતી પણ તે રીન્યુ ન થતા તેણે ક્યાંકથી ગેરકાયદે દારૂ મંગાવી પીધો હતો.
આરોપી પાસે પહેલા ત્રણ હથિયાર હતા પણ કાયદા મુજબ બે જ હથિયાર રાખી શકાતા હોવાના લીધે એક રાઇફલ તેને ઓઢવમાં જમા કરાવી દીધી હતી.અને બાદમાં એક પીસ્ટલ અને એક બાર બોરનું હથિયાર રાખ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.હાલ આરોપી સામે ગુનો નોંધાતા હવે પોલીસ લાયસન્સ કેન્સલ કરવાનો રિપોર્ટ કરશે.આરોપીએ જે હથિયારથી ફાયરિંગ કર્યું તે હથિયાર પોલીસે કબ્જે કરી કોઈ અદાવત હતી કે નશામાં જ ફાયરિંગ કર્યું તેના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે.
Next Article