Bagasara ની ઘટના બાદ Deesa માં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન
ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર જોવા મળ્યા કાપા આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ અધિકારીઓ કરી તપાસ બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ...
Advertisement
- ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર જોવા મળ્યા કાપા
- આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ
- જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મુજબ અધિકારીઓ કરી તપાસ
બગસરાની ઘટના બાદ ડીસાની એક સરકારી શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર બ્લેડ વડે ચેકા માર્યાના નિશાન સામે આવ્યા છે. જેમાં ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળતા ચકચાર મચી છે. આ બાબતે ડીસા શાળાના એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ છે. તેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મૂજબ અધિકારીઓએ તપાસ કરી છે. તેમાં ટીપીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓએ રમતા રમતા શરત ઉપર કાપા માર્યા છે. વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા અને ગેમ ન રમવી, હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવું જેવી સૂચના અપાઇ છે.
Advertisement


