Gujarat Assembly Session : વિધાનસભા સત્રને લઈને રાજકીય ઘમાસાણ
Gujarat Assembly Session : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભ પૂર્વે જ સત્રના દિવસો ટૂંકા હોવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને આવી જતા રાજકીય ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસે સત્રના દિવસો ઓછા કરવા સામે ગંભીર સવાલો ઉઠાવીને નિયત સમય મર્યાદામાં સત્ર મળવું જોઈએ તેવી માગ કરી છે અને જનતાના સળગતા પ્રશ્નો પર સરકારને ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે.
Advertisement
Gujarat Assembly Session : ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રના પ્રારંભ પૂર્વે જ સત્રના દિવસો ટૂંકા હોવાના મુદ્દે ભાજપ અને કોંગ્રેસ આમને-સામને આવી જતા રાજકીય ઘમાસાણ મચી ગયું છે. કોંગ્રેસે સત્રના દિવસો ઓછા કરવા સામે ગંભીર સવાલો ઉઠાવીને નિયત સમય મર્યાદામાં સત્ર મળવું જોઈએ તેવી માગ કરી છે અને જનતાના સળગતા પ્રશ્નો પર સરકારને ઘેરવાની ચીમકી ઉચ્ચારી છે. બીજી તરફ, કોંગ્રેસના આ પ્રહારો સામે પલટવાર કરતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્પષ્ટતા કરી છે કે સત્ર સંપૂર્ણપણે નિયમ મુજબ જ બોલાવવામાં આવ્યું છે અને સરકારની સત્રમાં ચર્ચાથી ભાગવાની કોઈ જ મંસા નથી, કારણ કે ભાજપ જનસ્વીકૃત પક્ષ છે અને જનતાએ તેમને સેવા કરવાની તક આપી છે. જુઓ વીડિયો...

