હત્યા કેસમાં વોન્ટેડ બે આરોપીઓને Gujarat ATS એ ઝડપ્યા, Video
Gujarat ATS એ ગંભીર હત્યાના ગુનામાં વોન્ટેડ એવા બે આરોપી બિક્રમજીત સિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીત અમરજીતસિંઘને નડીયાદ નજીકથી ઝડપી પાડ્યા છે. પંજાબના અમૃતસરના મહેતા પોલીસ સ્ટેશને બંને વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.
06:35 PM Apr 17, 2025 IST
|
Hardik Shah
Gujarat ATS એ ગંભીર હત્યાના ગુનામાં વોન્ટેડ એવા બે આરોપી બિક્રમજીત સિંઘ ઉર્ફે બિક્કા અને બિક્રમજીત અમરજીતસિંઘને નડીયાદ નજીકથી ઝડપી પાડ્યા છે. પંજાબના અમૃતસરના મહેતા પોલીસ સ્ટેશને બંને વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આરોપીઓ હાલમાં નડીયાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મજૂરીનું કામ કરતા હતા. ATSએ તેમની ધરપકડ કરીને પુછપરછ માટે અમદાવાદ ખસેડ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં બંનેએ હત્યાના કાવતરામાં સંડોવણીની કબૂલાત આપતાં તપાસ વધુ ગંભીર બની છે. હાલમાં Gujarat ATS પંજાબ પોલીસ સાથે સંપર્કમાં છે અને બંને આરોપીઓને હવાલે કરવાની કાર્યવાહી શરૂ કરી છે.
Next Article