ખંભાતમાં 107 કરોડના ડ્રગ્સનો ATS એ કર્યો પર્દાફાશ, 6 શખ્સની ધરપકડ
ગુજરાત ATS દ્વારા ખંભાતના સોખડા GIDC માંથી 107 કરોડના 107 કિલો શંકાસ્પદ પાઉડર જપ્ત કરવામાં આવ્યું છે અને આ સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન 30 લાખ રોકડ અને ગાડીઓ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે.
04:49 PM Jan 24, 2025 IST
|
Hardik Shah
- ખંભાતમાં 107 કરોડના ડ્રગ્સનો પર્દાફાશ
- ATSએ સોખડા GIDC માંથી ઝડપ્યો મોટો ડ્રગ્સનો જથ્થો
- 107 કરોડના શંકાસ્પદ પાઉડર સાથે 6 શખ્સની ધરપકડ
- ATSનો મોટું ઓપરેશન: 30 લાખ રોકડ અને ગાડીઓ પણ જપ્ત
- ગુજરાત ATSની મોટી કાર્યવાહી: ડ્રગ્સ માફિયાઓ પર લાલ આંખ
- ગુજરાતમાં ફરી મળી આવ્યું કરોડો રૂપિયાનું ડ્રગ્સ
- 107 કિલો ડ્રગ્સ સાથે ફાર્મા કંપનીના માલિકોની પુછપરછ ચાલુ
ગુજરાત ATS દ્વારા ખંભાતના સોખડા GIDC માંથી 107 કરોડના 107 કિલો શંકાસ્પદ પાઉડર જપ્ત કરવામાં આવ્યું છે અને આ સાથે 6 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. આ દરમિયાન 30 લાખ રોકડ અને ગાડીઓ સહિતનો મુદ્દામાલ પણ કબ્જે કરાયો છે. ATSની ટીમે કંપનીના માલિકો, ભાગીદારો અને કામદારોની પુછપરછ શરૂ કરી છે. માહિતી અનુસાર, અમદાવાદના 2 ભાગીદારોએ ફાર્મા કંપની શરૂ કરી હતી, જ્યાં દવાની આડમાં ડ્રગ્સનું ઉત્પાદન થતું હતું. દહેજથી એન્જિનિયરને બોલાવી ડ્રગ્સ બનાવવામાં આવતું હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ATSએ ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ સખ્ત કાર્યવાહી શરૂ કરી છે અને અત્યાર સુધીમાં ગુજરાતમાંથી કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝડપી લેવામાં આવ્યું છે.
Next Article