Gujarat Budget 2026: Gujarat વિધાનસભાના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ ક્યારથી શરૂ થશે સત્ર
- ગુજરાત વિધાનસભામા (GujaratAssembly) 16 ફેબ્રુઆરીથી બજેટ સત્ર
- બજેટ સત્રને લઇ ટાઇમ ટેબલ કરાયું જાહેર
- રાજ્યપાલના સંબોધન બાદ શોકદર્શક ઉલ્લેખ કરશે રજૂ
- 18 ફેબ્રુઆરીએ નાણામંત્રી રજૂ કરશે ગુજરાતનું બજેટ
Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) ના આગામી બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા બજેટ સત્ર (Budget Session) નું કામચલાઉ ટાઈમ ટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ જાહેરાત મુજબ, આગામી16 ફેબ્રુઆરીથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે અને18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ ગૃહમાં રજૂ કરશે.
રાજ્યપાલના સંબોધનથી થશે પ્રારંભ
જાહેર કરાયેલા ટાઈમ ટેબલ મુજબ, 16 ફેબ્રુઆરીએ સત્રના પ્રથમ દિવસે રાજ્યપાલના સંબોધનથી સત્રની વિધિવત શરૂઆત કરવામાં આવશે. રાજ્યપાલના પ્રવચન બાદ ગૃહમાં શોકદર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. સામાન્ય રીતે સત્રની શરૂઆતના એક દિવસ બાદ બજેટ રજૂ કરવાની પરંપરા રહી છે, જે મુજબ આ વખતે પણ સત્ર શરૂ થયાના ત્રીજા દિવસે એટલે કે 18 ફેબ્રુઆરીએ નાણાકીય લેખાજોખા રજૂ થશે.


