Gujarat Budget 2026 : ઉર્જા ક્ષેત્રે 17% નો માતબર વધારો અને આધુનિક ટેકનોલોજી પર ભાર
- Gujarat Budget 2026 : ઉર્જા અને પંચાયત વિભાગના બજેટની વિગતો રજૂ કરવામાં આવી
- ઉર્જા વિભાગના બજેટમાં 17 ટકાનો વધારો કરાયો
- રૂ. 4,842 કરોડની ફાળવણી ઉર્જા વિભાગ માટે કરાઈ
- એઆઈ અને ડેટા સેન્ટરના આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધ્યાન અપાયું
- રીન્યુએબલ એનર્જી ઈન્સ્ટોલ કેપેસિટીમાં ગુજરાત પ્રથમ સ્થાને
Gujarat Budget 2026 : ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27ના અંદાજપત્રમાં ઉર્જા અને પંચાયત વિભાગ માટે મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને ઉર્જા વિભાગના બજેટમાં ગત વર્ષની સરખામણીએ 17 ટકાનો નોંધપાત્ર વધારો કરી કુલ રૂ. 4,842 કરોડની ફાળવણી કરવામાં આવી છે. રાજ્યને ઉર્જા ક્ષેત્રે સ્વનિર્ભર બનાવવા અને આધુનિક પડકારોને પહોંચી વળવા માટે આ બજેટમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને ડેટા સેન્ટર જેવા અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રીન્યુએબલ એનર્જી (પુનઃપ્રાપ્ય ઉર્જા) ની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને રહ્યું છે, જે સિદ્ધિને જાળવી રાખવા અને ગ્રીન એનર્જીના લક્ષ્યાંકોને પ્રાપ્ત કરવા માટે આ બજેટમાં નવી ગતિ આપવામાં આવી છે. પંચાયત વિભાગ અને ઉર્જા ક્ષેત્રના આ સમન્વયથી ગ્રામીણ સ્તરે પણ વીજ સુવિધાઓ અને ડિજિટલ ગવર્નન્સ વધુ મજબૂત બનશે.

