Gujarat by Election: ચૂંટણી માટે BJPના ઉમેદવાર જાહેર, કડીમાં ભાજપે રાજેન્દ્ર ચાવડાને ઉતાર્યા મેદાને
ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે.
Advertisement
મહેસાણા જિલ્લાની કડી વિધાનસભા પેટાચૂંટણી (Kadi Assembly by-election) અને જુનાગઢ જિલ્લાની (Junagadh) વિસાવદર પેટાચૂંટણી અંગે લઈ મોટા સમાચાર આવ્યા છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ પણ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. કડી વિધાનસભા પેટાચૂંટણી માટે ભાજપે રાજેન્દ્ર ચાવડાને મેદાને ઉતાર્યા છે. જ્યારે વિસાવદર માટે કિરીટ પટેલનું નામ જાહેર કર્યું છે. વિસાવદરમાં હર્ષદ રીબડીયા અને ભૂપત ભાયાણી પૈકી કોઈને ટિકિટ અપાઈ નથી.
Advertisement