Gandhinagar : CM Bhupendra Patelનો જનહિતમાં નિર્ણય, ચોમાસા પહેલા રોડ રિસરફેસિંગ માટે ગ્રાન્ટ ફાળવાઈ
વરસાદને કારણે નુકસાન પામનાર રસ્તાઓના રિપેરીંગ-રિસરફેસિંગની કામગીરી માટેનું આગોતરું આયોજન રાજ્યની 149 નગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રિપેરીંગ માટે ફાળવવા મંજૂરી નગર પાલિકાઓની કેટેગરી મુજબ 1 કરોડથી 40 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ...
02:34 PM Jun 08, 2025 IST
|
SANJAY
- વરસાદને કારણે નુકસાન પામનાર રસ્તાઓના રિપેરીંગ-રિસરફેસિંગની કામગીરી માટેનું આગોતરું આયોજન
- રાજ્યની 149 નગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ રોડ રિપેરીંગ માટે ફાળવવા મંજૂરી
- નગર પાલિકાઓની કેટેગરી મુજબ 1 કરોડથી 40 લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવાશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન ભારે વરસાદને કારણે રાજ્યના શહેરી વિસ્તારોના રસ્તાઓને ભારે નુકસાન થાય તો રિસરફેસ અને રિપેરીંગ કામગીરી તાકીદે શરૂ થઈ શકે તેવું આગોતરું આયોજન કર્યું છે. આ હેતુસર, મુખ્યમંત્રીએ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે મુખ્યમંત્રી શહેરી સડક યોજનામાંથી રાજ્યની 149 નાગરપાલિકાઓને કુલ 107 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
Next Article