Rajkot માં 20 પાણી વિક્રેતાના પાણીના નમૂના ફેઇલ
પીવા માટે પાણીના જગ લેતા હોવ તો ચેતી જજો રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા પાણીના 20 નમૂનામાંથી 17 પીવાલાયક નથી પીવા માટે પાણીના જગમાં બેકટેરિયાનું વધુ પ્રમાણ જોવા મળ્યું શું તમે ઘર કે ઓફિસ માટે પાણીના જગ મંગાવી પાણી પીવો...
01:22 PM May 15, 2025 IST
|
SANJAY
- પીવા માટે પાણીના જગ લેતા હોવ તો ચેતી જજો
- રાજકોટમાં આરોગ્ય વિભાગે લીધેલા પાણીના 20 નમૂનામાંથી 17 પીવાલાયક નથી
- પીવા માટે પાણીના જગમાં બેકટેરિયાનું વધુ પ્રમાણ જોવા મળ્યું
શું તમે ઘર કે ઓફિસ માટે પાણીના જગ મંગાવી પાણી પીવો છો ? તો ચેતી જજો રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પાણી વિક્રેતા સામે મોટી કાર્યવાહી કરી છે. તેમાં 20 જેટલા પાણી વિક્રેતા પાણી નમૂના ફેલ થયા છે. તેથી પાણી વહેંચણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પ્રથમ વાર કડક કાર્યવાહી કરવામાં આવી છે. ઉનાળામાં પાણી જન્ય રોગ ફેલાતો અટકાવવા મનપા દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
Next Article