Gujarat Education : રાજ્યના વિદ્યાર્થીઓ હવે શાળામાં શીખશે AI, ધોરણ 9થી 12ના અભ્યાસક્રમમાં નવો વિષય સામેલ
Gujarat Education : ટેક્નોલોજીના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ગુજરાતના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 9થી 12ના કોમ્પ્યુટર વિષયના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો સમાવેશ કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને AIની મૂળભૂત સમજ, તેના વિવિધ ક્ષેત્રો અને નૈતિક પાસાઓ વિશે જાણકારી આપવા માટે નવા પાઠ્યપુસ્તકો પણ તૈયાર કરવામાં આવ્યા છે.
Advertisement
Gujarat Education : ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓને ભવિષ્યની ટેક્નોલોજી માટે તૈયાર કરવા શિક્ષણ વિભાગે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. નવા શૈક્ષણિક સત્રથી ધોરણ 9થી 12ના કોમ્પ્યુટર વિષયના અભ્યાસક્રમમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ને એક અલગ વિષય તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ નવા અભ્યાસક્રમ હેઠળ વિદ્યાર્થીઓને AIનો પરિચય, AIના વિવિધ ડોમેન અને AIના નૈતિક પાસાઓ (Ethics of AI) અંગે વિગતવાર શિક્ષણ આપવામાં આવશે. શિક્ષણમાં આધુનિક ટેક્નોલોજીનો સમાવેશ કરીને વિદ્યાર્થીઓમાં નવીન વિચારસરણી અને ડિજિટલ કૌશલ્ય વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પહેલના ભાગરૂપે નવા શૈક્ષણિક સત્ર માટે કુલ 29 જેટલા નવા પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યા છે, જેથી વિદ્યાર્થીઓને સમયની માંગ મુજબનું જ્ઞાન અને વ્યવહારુ સમજણ મળી શકે.

