Gujarat Engineering Staff Shortage : કોલેજમાં અપૂરતો સ્ટાફ, યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ (higher education department) ની અત્યંત દયનીય સ્થિતિ સામે આવી છે. સરકારી ઇજનેરી અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ભારે અછતને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે મોટા સવાલો ઊભા થયા છે.
Advertisement
- Gandhinagar: ઉચ્ચ શિક્ષણ વિભાગ ( higher education department) ની અવદશાની સ્થિતિ આવી સામે
- સરકારી ઈજનેરી-ફાર્મસી કોલેજોમાં શિક્ષકોની મોટી ખોટ
- કોલેજમાં અપૂરતો સ્ટાફ, યુનિવર્સિટીનો ચોંકાવનારો રિપોર્ટ
- કોલેજમાં આચાર્યોની ભારે ઘટથી શિક્ષણની ગુણવત્તા પર પ્રશ્ન
- 47માંથી 37 ઈજનેરી કોલેજોમાં કાયમી આચાર્ય જ નથી!
- ડિપ્લોમાં ઇજનેરી કોલેજમાં 31માંથી માત્ર 2માં જ કાયમી આચાર્ય
Gandhinagar: ગુજરાત સરકાર એક તરફ રાજ્યને ‘એજ્યુકેશન હબ’ બનાવવાની જાહેરાતો કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ (higher education department) ની અત્યંત દયનીય સ્થિતિ સામે આવી છે. સરકારી ઇજનેરી અને ફાર્મસી કોલેજોમાં શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની ભારે અછતને કારણે વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે મોટા સવાલો ઊભા થયા છે. યુનિવર્સિટીના તાજેતરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે મોટાભાગની સરકારી કોલેજો ઇન્ચાર્જના ભરોસે ચાલી રહી છે.
Advertisement


