Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત ▾મારો જિલ્લો મારું ગામ ▾રાષ્ટ્રીય ▾આંતરરાષ્ટ્રીય ▾બિઝનેસ સ્પોર્ટ્સ ▾Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ ▾KBGG STUDIO ON WHEELS
Advertisement

Gujarat Export Promotion Council : ગુજરાતના નિકાસ ક્ષેત્ર માટે ઐતિહાસિક નિર્ણય, રાજ્ય સરકારે 'GEPC'ની સ્થાપનાને આપી મંજૂરી

રાજ્યના ઔદ્યોગિક વિકાસ અને નિકાસ વેપારને વૈશ્વિક કક્ષાએ અગ્રેસર બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત મહત્વપૂર્ણ અને દૂરંદેશી નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના નિકાસ ઇકોસિસ્ટમને સંસ્થાકીય રીતે આધુનિક તેમજ સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી 'ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ'ની રચનાને મંજૂરી આપી દેવામાં આવી છે.
Advertisement

ગુજરાતના નિકાસ (Export) ક્ષેત્રને સંસ્થાકીય રીતે વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે Government of Gujarat દ્વારા 'Gujarat Export Promotion Council' (GEPC) ની સ્થાપનાને ઐતિહાસિક મંજૂરી આપવામાં આવી છે. આ સંસ્થા રાજ્યના Startups અને ઉદ્યોગસાહસિકોને Global Market સાથે જોડવા માટે એક સશક્ત પ્લેટફોર્મ પૂરું પાડશે. આ યોજના અંતર્ગત રાજ્યના સ્થાનિક ઉત્પાદનોને International Brand તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે તેમજ દરેક જિલ્લાની નિકાસ ક્ષમતા ઓળખી 'District Export Promotion Plan' તૈયાર કરાશે. આ કાઉન્સિલ દ્વારા નિકાસકારોને Testing, Certification, Trade Finance અને Logistics ની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે. આ ઉપરાંત નિકાસ પ્રક્રિયાને અદ્યતન બનાવવા AI, Blockchain, Industry 4.0 અને Green Technology ના ઉપયોગને વિશેષ પ્રોત્સાહન અપાશે. નિયમ મુજબ નોંધાયેલી સંપૂર્ણપણે રાજ્ય સરકારની માલિકીની આ Non-profit Company નું રજિસ્ટર્ડ કાર્યાલય Gandhinagar ખાતે સ્થાપવામાં આવશે અને રાજ્યના Industries Commissioner તેના Managing Director (MD) તરીકેની જવાબદારી સંભાળશે.

Tags :
Advertisement

.

×