Gujarat First Quiz Show: ઘરે બેઠા જીતો ઇનામ, કોણ બનશે ગુજરાતનો જીનિયસ?
જ્ઞાન અને બુદ્ધિના સમન્વયથી હવે ગુજરાતમાં એક નવી સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ‘ગુજરાત ફર્સ્ટ’ લઈને આવ્યું છે એક અનોખું ક્વિઝ શો, જેમાં તમે ઘરે બેઠા તમારા મોબાઈલ દ્વારા ભાગ લઈ શકો છો. આ મંચ પર તમારા જ્ઞાનને મળશે એક નવી ઓળખ અને સાથે જ જીતવાની મળશે શાનદાર તકો. શું તમે તૈયાર છો ગુજરાતનો જીનિયસ બનવા માટે?
Advertisement
Gujarat First Quiz Show: ગુજરાતની લોકપ્રિય ન્યૂઝ ચેનલ ગુજરાત ફર્સ્ટ હવે એક નવો પ્રોગ્રામ લઈને આવ્યું છે. જે મનોરંજનની સાથે સાથે જ્ઞાનમાં પણ વધારો કરશે. ‘ગુજરાત ફર્સ્ટ’ લઈને આવ્યું છે એક અનોખું ક્વિઝ શો, આ ક્વિઝ શોમાં સહભાગીઓને વિવિધ પ્રકારના રસપ્રદ પ્રશ્નો પૂછવામાં આવશે, જે તમારા જ્ઞાનની કસોટી કરશે. સૌથી ઝડપી અને સચોટ જવાબ આપનાર સ્પર્ધકો વિજેતા બનીને આકર્ષક ઇનામો મેળવી શકે છે. આ માત્ર એક રમત નથી, પરંતુ જ્ઞાનના મહારથીઓ માટેનો એક મહાસંગ્રામ છે. જો તમારી પાસે જ્ઞાનની શક્તિ છે, તો આ તકનો લાભ લો અને તમારી બુદ્ધિની ધાર સાબિત કરો.. ગુજરાત ફર્સ્ટના ક્વિઝ શો માટે વધુ માહિતી મેળવવા માટે જુઓ આ આર્ટિકલ...

