Panchmahal : Gujarat Firstની ટીમે Godhra વાસીઓ સાથે કરી વાતચીત, આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન
કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાને લઈ દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત ફર્સ્ટની ટીમે ગોધરાવાસીઓ સાથે વાતચીત કરી હતી.
06:00 PM Apr 28, 2025 IST
|
Vishal Khamar
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ પ્રવાસીઓના અકાળે મોત નીપજતાં દેશભરમાં આતંકવાદી પ્રવૃત્તિ અને તેને પોષતા પાકિસ્તાન સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.દેશભરમાં ઠેર ઠેર આતંકી હુમલા ને વખોડી કાઢી આક્રોશ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે ગુજરાત 1st ની ટીમે પંચમહાલ જિલ્લાના ગોધરા વાસીઓ સાથે વાતચીત કરતાં અગ્રણીઓ એ આતંકવાદીઓ અને પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે એવો મત વ્યક્ત કર્યો છે. આતંકવાદને જડમૂળ માંથી નાશ કરવા માટે સરકાર તમામ જરૂરી એક્શન લે વધુમાં ભારત દેશમાં તમામ હિન્દુઓ નાત જાતના ભેદભાવ ભૂલી સંગઠિત અને એક થાય એ આતંકવાદી જેવી પ્રવૃત્તિ ને પડકારવા માટે ખાસ જરૂરી છે એવો પણ મત વ્યક્ત કરવામાં આવ્યો છે.
Next Article