Gujarat First નો જનરથ મુદ્દાઓનો મહારથ ! STUDIO ON WHEELSનો CM અને DyCMના હસ્તે શુભારંભ
- CM ભૂપેન્દ્રભાઈ પટેલ અને DYCM હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે સ્ટુડિયો ઓન વ્હીલ્સ લોન્ચ
- મીડિયામાં નવી ક્રાંતિ: ગુજરાત ફર્સ્ટનું સ્ટુડિયો ઓન વ્હીલ્સ
- રાજ્યવ્યાપી કવરેજ તરફ પગલું: ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ
Studio on Wheels: ગુજરાતના મીડિયા જગતમાં આજે એક નવો ઇતિહાસ રચાયો છે. 'ગુજરાત ફર્સ્ટ' ન્યૂઝ ચેનલ દ્વારા જનતાના પ્રશ્નોને વાચા આપવા અને છેવાડાના માનવી સુધી પહોંચવા માટે 'STUDIO ON WHEELS' અને અત્યાધુનિક ડિજિટલ ન્યૂઝ એપનો શુભારંભ કરવામાં આવ્યો છે. રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ , માનનીય ઉપ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીના વરદહસ્તે ગુજરાત ફર્સ્ટના “ studio on wheels “ નો ભવ્ય શુભારંભ થયો. આ કાર્યક્રમ દરમિયાન રાજ્યના ચીફ સેક્રેટરી એમકે દાસ અને અધિક અગ્ર સચિવ અવંતિકા સિંહની ગરિમામય ઉપસ્થિતિમાં “ ગુજરાત ફર્સ્ટનો studio on wheels - જનરથ મુદ્દાઓનો મહારથ તમારા આંગણે આવવા નીકળી ગયો છે. આ મહારથ 34 જિલ્લા 10,000 કિલોમીટર અને 90 દિવસ સતત કાર્યરત રહેશે. આ કાર્યક્રમમાં ગુજરાત ફર્સ્ટના MD જસ્મીનભાઈ પટેલે (Jasminbhai Patel), ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ ચેનલ હેડ ડૉ. વિવેક કુમાર ભટ્ટ (Dr. Vivek Kumar Bhatt) ઉપસ્થિત રહ્યા હતા અને મહાનુભાવોને આવકાર્યા હતા.


