Gujarat First ના તીખા સવાલો અને AMC ના ભાગતા કર્મચારીઓ
પાણી ભરાવાની સમસ્યાએ લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ આ બાબતે જવાબ આપવાને બદલે ગુજરાત ફર્સ્ટના પત્રકારોના સવાલોથી ભાગતા નજરે પડ્યા, જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે.
02:23 PM Jun 19, 2025 IST
|
Hardik Shah
Ahmedabad Rain : આજે અમદાવાદના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદની અસર જોવા મળી હતી. શહેરમાં ભારે વરસાદના કારણે પાણી ભરાવવાના દ્રશ્યો સામે આવ્યા. ખાસ કરીને ચાણક્યપુરી વિસ્તારના રહેવાસીઓને સૌથી વધુ હેરાનગતિનો સામનો કરવો પડ્યો.
ગુજરાત ફર્સ્ટના કેમેરામાં AMCના અધિકારીઓ ભાગતા થયા કેદ
પાણી ભરાવાની સમસ્યાએ લોકોના જનજીવનને અસ્તવ્યસ્ત કરી દીધું, પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના અધિકારીઓ આ બાબતે જવાબ આપવાને બદલે ગુજરાત ફર્સ્ટના પત્રકારોના સવાલોથી ભાગતા નજરે પડ્યા, જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. વરસાદી પાણીનો નિકાલ કરવા AMCએ પાણી ભરાયા બાદ JCB મંગાવીને કામ શરૂ કર્યું, પરંતુ ચોમાસા પહેલાં ડ્રેનેજ સિસ્ટમની સફાઈ અને જાળવણી માટે શું પગલાં લેવાયાં તે અંગે મોટો સવાલ ઉભો થયો છે, જે AMCની તૈયારીઓ અને જવાબદેહી પર ગંભીર પ્રશ્નો ઉઠાવે છે.
Next Article