Gujarat Government નું અતિસંવેદનશીલ પગલું, મહિલા આરોપી અને બાળકને મુક્ત કરવા કરાઇ અપીલ, જુઓ વીડિયો...
Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ન્યાયિક ઇતિહાસમાં એક અત્યંત માનવતાભર્યું અને સંવેદનશીલ પગલું ભરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલી એક મહિલા આરોપી અને તેની સાથે જેલમાં રહેલા તેના નિર્દોષ બાળકને મુક્ત કરવા માટે રાજ્ય સરકારે સામેથી હાઈકોર્ટમાં અપીલ કરી છે.
Advertisement
Gujarat Government: ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ન્યાયિક ઇતિહાસમાં એક અત્યંત માનવતાભર્યું અને સંવેદનશીલ પગલું ભરવામાં આવ્યું છે. નર્મદા જિલ્લા કોર્ટ દ્વારા ફોરેસ્ટ કર્મચારી પર હુમલાના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલી એક મહિલા આરોપી અને તેની સાથે જેલમાં રહેલા તેના નિર્દોષ બાળકને મુક્ત કરવા માટે રાજ્ય સરકારે સામેથી હાઈકોર્ટમાં અપીલ કરી છે. સામાન્ય રીતે આરોપીઓ પોતાની સજા માફ કરાવવા માટે કોર્ટનો દરવાજો ખખડાવતા હોય છે, પરંતુ અહીં રાજ્ય સરકારે પોતે પહેલ કરી મહિલાના બાળકના ભવિષ્ય અને તેની નિર્દોષતાને ધ્યાનમાં રાખીને આ અપીલ કરી હોય, તેવો કદાચ રાજ્યના ઇતિહાસનો આ પ્રથમ કિસ્સો છે.

