Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Gyan Sahayak rules:શિક્ષક બનવું હવે સરળ! જ્ઞાન સહાયક ભરતીના નવા નિયમોથી હજારો ઉમેદવારોને ફાયદો

Gujarat Gyan Sahayak recruitment rules: ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે સેવા આપવા ઈચ્છતા હજારો ઉમેદવારો માટે શિક્ષણ વિભાગે એક મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના હેતુથી ભરતીના નિયમોમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે.
Advertisement

Gujarat Gyan Sahayak recruitment rules: ગુજરાત રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં જ્ઞાન સહાયક તરીકે સેવા આપવા ઈચ્છતા હજારો ઉમેદવારો માટે શિક્ષણ વિભાગે એક મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. રાજ્યમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયાને વધુ પારદર્શક અને સરળ બનાવવાના હેતુથી ભરતીના નિયમોમાં આમૂલ પરિવર્તન કરવામાં આવ્યા છે. આ નવા ફેરફારોથી લાંબા સમયથી ભરતીની રાહ જોઈ રહેલા અને વયમર્યાદાના કારણે અટવાઈ ગયેલા ઉમેદવારોને મોટી રાહત મળી છે.

Gujarat માં જ્ઞાન સહાયક ભરતીના નિયમોમાં મોટો ફેરફાર

નવા નિયમ મુજબ, જ્ઞાન સહાયક ભરતી માટે અરજી કરવાની તારીખે ઉમેદવારની મહત્તમ વયમર્યાદામાં મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ આ વયમર્યાદા 40 વર્ષ હતી, જે હવે વધારીને 48 વર્ષ કરવામાં આવી છે. આ ઉપરાંત, સૌથી મહત્વનો ફેરફાર મેરિટ તૈયાર કરવાની પદ્ધતિમાં કરાયો છે. અગાઉ મેરિટ લિસ્ટ પર્સન્ટાઇલ રેન્કના આધારે તૈયાર કરવામાં આવતું હતું, પરંતુ હવે નવા સુધારા મુજબ, ઉમેદવારોની યોગ્યતા કસોટી (TET) ના પરિણામના આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે.

Advertisement

આ ફેરફારને કારણે અગાઉના વર્ષોમાં TET પાસ કરનાર લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો પણ હવે આ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈ શકશે. સાથે જ, ઉમેદવારોએ હવે માત્ર એક જ જિલ્લાની પસંદગી કરવાની રહેશે, જેનાથી ભરતી પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત બનશે.

Advertisement

આ પણ વાંચો:  Surat: Union Minister C.R. Patil જોડાયા સાફસફાઇ અભિયાનમાં, નાગરિકોને કરી ખાસ અપીલ

Tags :
Advertisement

.

×