Gujarat Heavy Rain Update : Gujarat માં વરસાદે મચાવી તુફાન
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યમાં પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે. સાંજના સુમારે અમદાવાદ, ગાંધીનગરમાં મીની વાવાઝોડાની અસર જોવા મળી હતી.
Advertisement
ગાંધીનગરમાં ભારે પવન સાથે મીની વાવાઝોડાની અસર જોવા મળી હતી. એક બુલેટ ચાલક વાહન લઈ પસાર થઈ રહ્યો હતો. ત્યારે વૃક્ષ ધાશાયી થતા નાની મોટી ઈજાઓ થવા પામી હતી. રાહદારીને તાત્કાલીક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. ગાંધીનગરના વાવોલ અંડર પાસ પાસે વૃક્ષ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર થવા પામી હતી. અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં પણ વાવાઝોડાની અસર જોવા મળી હતી. ધૂળની ડમરી સાથે પવન ફૂંકાતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
Advertisement


