Gujarat heavy rains: ગુજરાતમાં જાણે આભ ફાટ્યું! શહેરને ધમરોળી નાખ્યું! જુઓ Video
Gujarat heavy rains: ગુજરાતમાં મેઘરાજાએ જબરદસ્ત બેટિંગ શરૂ કરી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં જાણે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ગીર સોમનાથના વેરાવળ શહેરમાં અવિરત વરસાદને કારણે મુખ્ય બજારોમાં ગોઠણસમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે સુરત અને વલસાડ જિલ્લામાં મેઘમહેર યથાવત જોવા મળી રહી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 107 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે, જેમાં સુરતના બારડોલી અને પલસાણામાં 8 ઇંચ, વલસાડના ઉમરગામમાં પોણા 8 ઇંચ, સુરતના મહુવામાં પોણા 8 ઇંચ અને વાપીમાં સાડા 7 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત, જૂનાગઢના માળિયાહાટીનામાં પણ 24 કલાકમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, તેમજ દીવમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામતા નગરનું સૌંદર્ય ખીલી ઉઠ્યું છે. હાઈવેથી લઈને ગામડાઓ સુધી વરસાદી માહોલ જામ્યો હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે. જુઓ વીડિયો...

