Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે લોકઅદાલતના કેસોના નિકાલ કરવા આહવાન કર્યું

ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે લોક અદાલતમાં કેસોના નિકાલ માટે સહયોગ આપવા સિનિયર વકીલોને આવાહન કર્યું છે. એક કેસની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ હાજર હતા, ત્યારે મુખ્ય મુખ્યન્યાયાધીશે કહ્યું કે, 'સિનિયર એડવોકેટ લોક અદાલતમાં પોતાનો સમય આપે અને કેસોના નિકાલ કરવામાં મદદરૂપ થાય, તો તે ઉત્તમ કાર્ય રહેશે'. સાથે સાથે ચીફ જસ્ટિસે લોક અદાલતમાં નિકાલની દ્રષ્ટિએ એક સમય
ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસે લોકઅદાલતના કેસોના નિકાલ કરવા આહવાન કર્યું
Advertisement
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમારે લોક અદાલતમાં કેસોના નિકાલ માટે સહયોગ આપવા સિનિયર વકીલોને આવાહન કર્યું છે. એક કેસની સુનાવણી દરમિયાન સિનિયર એડવોકેટ હાજર હતા, ત્યારે મુખ્ય મુખ્યન્યાયાધીશે કહ્યું કે, 'સિનિયર એડવોકેટ લોક અદાલતમાં પોતાનો સમય આપે અને કેસોના નિકાલ કરવામાં મદદરૂપ થાય, તો તે ઉત્તમ કાર્ય રહેશે'. સાથે સાથે ચીફ જસ્ટિસે લોક અદાલતમાં નિકાલની દ્રષ્ટિએ એક સમયે ગુજરાત પહેલા સ્થાને હતું, પરંતુ હવે 17માં સ્થાને આવી ગયું છે, તે અંગે પણ ચિંતા વ્યક્ત કરી. 
                ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર એ નવતર અભિગમ દર્શાવતા ગુજરાત હાઇકોર્ટના એડવોકેટને લોક અદાલતમાં પોતાનું યોગદાન આપી કેસોના ઝડપી નિકાલ માટે પ્રયાસ કરવા માટે કહ્યું છે.  ન્યાયાધીશ અરવિંદ કુમારે કહ્યું કે, ' ગુજરાતમાં સૌથી પહેલા લોક અદાલત વર્ષ 1982માં થઇ હતી જે બાદ સતત 11 વર્ષ સુધી લોકઅદાલતમાં કેસના નિકાલની દ્રષ્ટિએ ગુજરાત દેશભરમાં પહેલા સ્થાને હતું, પરંતુ આજે ગુજરાતનો નંબર 17મો છે. જેથી તમામે સાથે મળીને ગુજરાતને પહેલા નંબરે પહોંચાડવાનું કામ કરવાનું છે.'
Tags :
Advertisement

.

×