Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Industry : ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, દક્ષિણ ગુજરાતમાં બનશે 8 નવી સ્માર્ટ GIDC

રાજ્યના ઔદ્યોગિક વિકાસ ને વેગ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે 8 નવી સ્માર્ટ જીઆઈડીસીની જાહેરાત કરી છે. સુરતમાં આયોજિત વાઈબ્રન્ટ રિજનલ કોન્ફરન્સ દરમિયાન આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. આ નવી જીઆઈડીસી દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લાઓમાં સ્થાપવામાં આવશે, જે રાજ્યના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત બનાવશે.
Advertisement

Gujarat Industry : ગુજરાત ઈન્ડ્રસ્ટ્રીઝ માટે સારા સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ ગુજરાતના 8 નવી સ્માર્ટ જીઆઈડીસી બનવા જઈ રહી છે. જેની જાહેરાત ખુદ મુખ્યમંત્રીએ કરી છે. આઠ નવી સ્માર્ટ જીઆઈડીસી કુલ 5380 એકર (Acres) વિસ્તારમાં ફેલાયેલી હશે અને તે તમામ અત્યાધુનિક સુવિધાઓ (Ultra-modern Facilities) થી સજ્જ હશે. દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાઓના આઠ વિવિધ સ્થળો પર તેનું નિર્માણ થવાથી સ્થાનિક સ્તરે રોજગારી (Employment) ની નવી તકો ઊભી થશે અને ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા મળશે. રાજ્ય સરકારની આ પહેલથી નાના અને મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે, જે અંતે ગુજરાતના આર્થિક વિકાસ (Economic Growth) માં મોટું યોગદાન આપશે. વધુ માહિતી માટે જુઓ આ સંપૂર્ણ અહેવાલ..

Advertisement
Tags :
Advertisement

.

×