Gujarat Local Body Election 2026 : BJP ના ઉમેદવાર હર્ષદ પરમાર આજે ફોર્મ ભર્યુ
ત્યારે, આજે હર્ષદ પરમાર ફોર્મ ભરવા જાય તે પહેલા ભાજપે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતુ. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિશાળ જનસભા યોજી પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે.
Advertisement
આણંદ જીલ્લાની ઉમરેઠ બેઠકના ધારાસભ્યનું અવસાન થતાં વિધનાસભાની પેટા ચૂંટણી યોજવા જઈ રહી છે. ભાજપે અને કોંગ્રેસે પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે. ભાજપે હર્ષદ પરમાર તો કોંગ્રેસે ભૃગુરાજસિંહ પ્રતાપસિંહ ચૌહાણને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે, આજે હર્ષદ પરમાર ફોર્મ ભરવા જાય તે પહેલા ભાજપે ભવ્ય શક્તિ પ્રદર્શન કર્યું હતુ. જે બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં વિશાળ જનસભા યોજી પેટા ચૂંટણી માટે ફોર્મ ભર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપ હંમેશા વિકાસના એજન્ડા પર લડે છે અને જનતાના આશીર્વાદ હંમેશા પક્ષની સાથે રહ્યા છે. તેમણે ઉમરેઠની જનતાને સરકારના ફાયદા ગણાવ્યા હતા અને ઉમેદવારને જંગી બહુમતીથી વિજયી બનાવવા આહવાન કર્યું હતું.....જુઓ અહેવાલ.....
Advertisement


