Gujarat Local Body Election: Mehsana માં BJP નો ઝંઝાવાતી પ્રચાર
Mehsana: મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેસાણાના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોની સાથે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા.
Advertisement
- Mehsana માં ભાજપનો ઝંઝાવાતી પ્રચાર
- વોર્ડ નંબર 6માં ભાજપનો ભવ્ય રોડ શો યોજાયો
- ધારાસભ્ય મુકેશભાઇ પટેલ રોડ શોમાં જોડાયા
- ગાયત્રી મંદિર રોડ, પરા ટાવર, આઝાદ ચોકમાં રોડ શો
- મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા
Mehsana: મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચારમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. મહેસાણાના વોર્ડ નંબર 6 માં ભારતીય જનતા પાર્ટી દ્વારા એક ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમેદવારોની સાથે મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ અને મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા હતા. જાણીતા ગાયિકા હીના સુથારના ગીતોની રમઝટ વચ્ચે નીકળેલા આ રોડ શોમાં અદભૂત માહોલ સર્જાયો હતો. આ રોડ શો ગાયત્રી મંદિર રોડ, ધોબીઘાટ, પરા ટાવર, બાબી વાડો, અને આઝાદ ચોકથી લઈને કસ્બા ઊંચી શેરી જેવા વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...
Advertisement


