Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાજયના 25 પત્રકારોને ગુજરાત મીડિયા એવોર્ડસ 2022 એનાયત

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ટાગોર હૉલ અમદાવાદ ખાતે 7 મી એપ્રિલ ગુરુવારે  રોજ ગુજરાત મીડિયા એવોર્ડસ 2022 નું આયોજન હાથ ધરાયું હતું. જેમાં મુખ્યમંત્રીના હસ્તે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનારા રાજયના 25 પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસિસના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. દર બે વર્ષે
રાજયના 25 પત્રકારોને ગુજરાત મીડિયા એવોર્ડસ 2022 એનાયત
Advertisement
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં ટાગોર હૉલ અમદાવાદ ખાતે 7 મી એપ્રિલ ગુરુવારે  રોજ ગુજરાત મીડિયા એવોર્ડસ 2022 નું આયોજન હાથ ધરાયું હતું. જેમાં મુખ્યમંત્રીના હસ્તે ઉત્કૃષ્ઠ પ્રદાન કરનારા રાજયના 25 પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. 
મીડિયા વેલ્ફેર ટ્રસ્ટ અને સન મીડિયા સર્વિસિસના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના શ્રેષ્ઠ પત્રકારોને સન્માનિત કરવામાં આવ્યા હતા. દર બે વર્ષે આયોજિત થતાં આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતના પત્રકારોની કામગીરીને પ્રોત્સાહિત કરાય છે. ખૂબ મોટી સંખ્યામાં પત્રકારો એ આ એવોર્ડ સમારંભ માટે પોતાની સ્ટોરી મોકલી હતી. નિર્ણાયકોની પેનલ દ્વારા અલગ અલગ વિષય માં 25 શ્રેષ્ઠ પત્રકારોની પસંદગી કરવામાં આવી. પ્રિન્ટ, ટેલિવિઝન, રેડિયો, ડિજિટલ સહિતના પત્રકારોને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરાયા હતા. આ એવોર્ડ સમારંભમાં નિર્ણાયક તરીકે ગુજરાતના પૂર્વ મુખ્ય સચિવ અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે.લહેરી, ગુજરાત યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગના વડા ડો. સોનલ પંડયા, NIMCJ ના ડાયરેક્ટર ડો. શિરીષ કાશીકરે પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો હતો. ગુજરાત મીડિયા એવોર્ડસનું આયોજન અંકિત હિંગુ અને તેમની સમગ્ર ટીમ દ્વારા કરવામાં આવ્યું. આ એવોર્ડ સમારંભમાં ગુજરાતના મીડિયકર્મીઓ, પત્રકારત્વના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.  
કિર્તીભાઇ ખત્રીને લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરાયો હતો
'ગુજરાત ફર્સ્ટ' ડિજિટલ એડિટર જયોતિ ઉનડકટને સ્પેશિયલ  જ્યુરી એવોર્ડ એનાયત કરાયો હતો
રેડીયો સિટીના આરજે પૂજા દલાલ ધોળકિયાને બેસ્ટ આરજે એવોર્ડ એનાયત કરાયો હતો
ફ્રીલાન્સર કલ્પિત ભચેચને બેસ્ટ ફોટોગ્રાફર તરીકે એવોર્ડ એનાયત કરાયો હતો
ડીડી ન્યૂઝ ગુજરાતના ડો.નિશીથ જોશીને બેસ્ટ પ્રોગ્રામનો એવોર્ડ એનાયત કરાયો હતો 
ધ હિન્દુના વિજયકુમાર સોનેજીને બેસ્ટ ફોટો જર્નાલિસ્ટનો એવોર્ડ એનાયત કરાયો હતો
ચિત્રલેખાના ડો.મહેશ શાહને બેસ્ટ ફિચર સ્ટોરીનો એવોર્ડ એનાયત કરાયો હતો
બીબીસીના પ્રશાંત ગુપ્તાને બેસ્ટ વેબ સ્ટોરીનો એવોર્ડ એનાયત કરાયો હતો
ટાઇમ્સ નાઉના અમિત રાજપૂતને બેસ્ટ પોલિટિકલ સ્ટોરીનો એવોર્ડ એનાયત કરાયો હતો
ગુજરાત સમાચારના હર્ષ મેસ્વાણીયાને બેસ્ટ કોલમિસ્ટનો એવોર્ડ એનાયત કરાયો હતો
જીએસટીવી વેબના હેડ કરણ રાજપૂતને બેસ્ટ એગ્રીકલ્ચર સ્ટોરીનો એવોર્ડ એનાયત કરાયો હતો. 
આ ઉપરાંત ન્યૂઝ 18 ગુજરાતીના સંધ્યા પંચાલને બેસ્ટ ન્યૂઝ એન્કર ફિમેલ, એબીપી અસ્મિતાના રોનક પટેલને બેસ્ટ ન્યૂઝ એન્કર,મેલ , સંદેશ ન્યૂઝના ક્રિષ્ના પટેલને બેસ્ટ પેન્ડેમિક હેલ્થ સ્ટોરી, દિવ્ય ભાસ્કરના ઇમરાન હોથીને બેસ્ટ હેલ્થ સ્ટોરી, દિવ્ય ભાસ્કર ડિજીટલના ચેતન પુરોહિતને બેસ્ટ ઇફેક્ટીવ સ્ટોરી, દિવ્ય ભાસ્કર ડિજીટલના વિવેક ચુડાસમાને બેસ્ટ બિઝનેસ સ્ટોરી, દિવ્ય ભાસ્કરના અલી અસગર દેવજાનીને બેસ્ટ સ્પોર્ટસ સ્ટોરી, દિવ્ય ભાસ્કરના ધારા રાઠોડને બેસ્ટ એજયુકેશન સ્ટોરી, ડીડી ન્યૂઝ ગુજરાતીના સુમન બોરાનાને બેસ્ટ રિઝનલ સ્ટોરી, દિવ્ય ભાસ્કર ડિજીટલના ટિકેન્દ્ર રાવલને બેસ્ટ પોલિટીકલ સ્ટોરી વેબ, સંદેશના રાજેશ પટેલને બેસ્ટ ઇન્વેસ્ટીગેશન સ્ટોરી, ડીડી ન્યૂઝના સરફરાજ નાગોરીને બેસ્ટ પોઝિટીવ સ્ટોરી તથા દિવ્ય ભાસ્કરના ખ્યાતી મણિક ગડકરીને બેસ્ટ ઇન્સ્પીરેશન સ્ટોરીનો એવોર્ડ મળ્યો હતો. 
ડીડી ન્યૂઝ ગુજરાતીના સુમન બોરાનાને બેસ્ટ રિઝનલ સ્ટોરીનો એવોર્ડ મળ્યો હતો
Tags :
Advertisement

.

×