ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની જામીન અરજી ફગાવી, 5 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલાયા
ગુજરાતમાંથી અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની મુશ્કેલી દિવસે
દિવસે વધતી જઈ રહી છે. આસામના બારપેટા જિલ્લાની સ્થાનિક અદાલતે મહિલા પોલીસકર્મીની
છેડતીના કેસમાં મેવાણીને પાંચ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યો હતો. ઉલ્લેખનીય છે
કે PM નરેન્દ્ર મોદી
વિરુદ્ધ વિવાદાસ્પદ ટ્વીટ કરવા બદલ કોર્ટે સોમવારે જ જીગ્નેશ મેવાણીને જામીન આપ્યા
હતા. જામીન બાદ તરત જ જીગ્નેશ મેવાણીની અન્ય પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી મહિલા
પોલીસકર્મી સાથે છેડતીના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી.
(File photo) pic.twitter.com/jUAQMECbE8
— ANI (@ANI) April 25, 2022" title="" target="">javascript:nicTemp();
આ છેડતીના કેસમાં ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીને 5 દિવસની પોલીસ
કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. મંગળવારે જિગ્નેશ મેવાણીને આસામ પોલીસ દ્વારા મહિલા પોલીસકર્મીને
એસ્કોર્ટ કરતી વખતે છેડતી અને દુર્વ્યવહાર સંબંધિત કેસમાં રજૂ કરવામાં આવ્યા હતા.
જીગ્નેશ મેવાણી સામેના આરોપોની સુનાવણી કરતા બારપેટા સીજેએમ કોર્ટે તેમની જામીન
અરજી ફગાવી દીધી હતી. આ સાથે કોર્ટે મેવાણીને 5 દિવસની પોલીસ
કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો છે.


