Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Heavy Rain: ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ, અનેક શહેરો જળમગ્ન, સ્થિતિ ગંભીર!

ગુજરાતમાં ચોમાસાએ ભારે વરસાદ સાથે ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાજ્યના અનેક શહેરો અને ગામડાઓમાં ધોધમાર વરસાદને પગલે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે, જ્યારે તંત્ર દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.
Advertisement

Gujarat Heavy Rain: રાજ્યભરમાં છેલ્લા કેટલાક કલાકોથી પડી રહેલા અવિરત વરસાદને કારણે જળાશયો અને નદીઓમાં નવા નીર આવ્યા છે, પરંતુ સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા પણ ગંભીર બની છે. માર્ગો પર પાણી ફરી વળતા વાહનવ્યવહાર પર અસર પડી છે અને ગ્રામીણ વિસ્તારોમાં ખેતીલાયક જમીનોમાં પાણી ભરાઈ ગયા છે. સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે નીચાણવાળા વિસ્તારોના લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી છે. વરસાદના આ તાંડવ વચ્ચે નાગરિકોને અત્યંત જરૂરિયાત વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. વધુ માહિતી માટે જુઓ આ આર્ટિકલ..

Tags :
Advertisement

.

×