Gujarat Police : CM ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે 449 બિન હથિયારી PSI ને નિમણૂક પત્રો એનાયત કરાયા
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
Advertisement
ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) ખાતે આજે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના 449 નવનિયુક્ત બિન-હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો (PSI) ને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે નવનિયુક્ત પોલીસ સબ ઇન્સ્પેક્ટરોને અભિનંદન પાઠવ્યા હતા અને રાજ્યની કાયદો અને વ્યવસ્થા જાળવવામાં તેમની મહત્વની ભૂમિકા અંગે માર્ગદર્શન આપ્યું હતું.......જુઓ અહેવાલ.....

