Gujarat Rain Update : ફરી વરસાદે ગુજરાતને ધમરોળ્યું, જુઓ ક્યાં-ક્યાં વરસ્યો મેઘો
Gujarat Rain: રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ પડ્યો વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હાહાકાર મચ્યો Gujarat Rain: મહારાષ્ટ્ર બાદ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ...
12:15 PM Aug 21, 2025 IST
|
SANJAY
- Gujarat Rain: રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે
- જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ પડ્યો
- વલસાડ જિલ્લામાં ભારે વરસાદને પગલે હાહાકાર મચ્યો
Gujarat Rain: મહારાષ્ટ્ર બાદ ગુજરાતને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘ તાંડવ જોવા મળ્યું છે. તેમાં રાજ્યના 129 તાલુકાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. જુનાગઢના મેંદરડામાં સૌથી વધુ 13 ઈંચ વરસાદ પડ્યો છે. કેશોદ, વંથલીમાં 10 અને માણાવદરમાં 8 ઈંચ વરસાદ, પોરબંદરમાં 9 ઈંચ, મહુવામાં 5 ઈંચ ખાબક્યો છે. દક્ષિણમાં પણ નવસારીના ગણદેવીમાં 9 ઈંચ વરસાદ પડ્યો છે. ચીખલીમાં 7 ઈંચ, કપરાડામાં 6 ઈંચ વરસાદથી હાલાકી થઇ છે.
Next Article