Gujarat Rain : Amreli ના સાવરકુંડલા પંથકમાં મધરાતે ભારે હોનારત ટળી, જુઓ Video
Amreli News: અમરેલીના સાવરકુંડલા પંથકમાં મધરાતે કેરાણા-હાવડ કોઝવે પર ધસમસતા પાણીમાં એક ઈકો કાર ફસાઈ જતાં મોટી હોનારત સર્જાઈ હતી, જેમાં કાર સવાર 7 વ્યક્તિઓ ભારે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા.
Advertisement
Amreli News: અમરેલીના સાવરકુંડલા પંથકમાં મધરાતે કેરાણા-હાવડ કોઝવે પર ધસમસતા પાણીમાં એક ઈકો કાર ફસાઈ જતાં મોટી હોનારત સર્જાઈ હતી, જેમાં કાર સવાર 7 વ્યક્તિઓ ભારે પાણીના પ્રવાહ વચ્ચે ફસાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ફાયર ઓફિસર એસ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ સતત 3 કલાકની જહેમત બાદ તમામ 7 વ્યક્તિઓને સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. ફાયર બ્રિગેડની આ સમયસૂચક અને ત્વરિત કામગીરીને કારણે સંભવિત મોટી જાનહાનિ ટળી હતી. જુઓ વીડિયો..

