Gujarat Rain : સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર
Gujarat Rain: હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી ઉપરવાસમાંથી 2,28,566 ક્યુસેક પાણીની આવક થઇ હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી Gujarat Rain: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર છે. જેમાં ઉપરવાસમાંથી 2,28,566 ક્યુસેક પાણીની આવક...
11:32 AM Sep 07, 2025 IST
|
SANJAY
- Gujarat Rain: હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી
- ઉપરવાસમાંથી 2,28,566 ક્યુસેક પાણીની આવક થઇ
- હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી
Gujarat Rain: સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી સ્થિર છે. જેમાં ઉપરવાસમાંથી 2,28,566 ક્યુસેક પાણીની આવક થઇ છે. તેમાં હાલ નર્મદા ડેમની સપાટી 136 મીટર પર પહોંચી છે. ડેમના RBPH CHPH ના પાવર હાઉસ ચાલુ છે. તથા નર્મદા નદીમાં 1,67,274 ક્યુસેક પાણીની જાવક છે. નર્મદા ડેમના 15 માંથી 5 ગેટ બંધ કરવામાં આવ્યા છે. હાલ નર્મદા ડેમના 10 દરવાજા 1.45 મીટર ખુલ્લા છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. ડેમ મહત્તમ સપાટીમાં માત્ર 2.68 મીટર બાકી છે. તથા નર્મદા ડેમ 92 ટકા ભરાયો છે. તેમજ રાજકોટમાં અવિરત વરસાદ પડી રહ્યો છે. જેમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે. તથા આજી ડેમ ઓવરફ્લો થવામાં 0.40 ફૂટ બાકી છે. તેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં સિઝનનો કુલ 34 ઇંચ વરસાદ નોંધાયો છે.
Next Article