Gujarat Red Alert : રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે. ધમધોકાર વરસાદની સ્થિતિને લઇ સરકારે એલર્ટ જાહેર કર્યું છે. રાહત કમિશનર ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી, જેમાં વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓની સમીક્ષા અને ચર્ચા કરાઈ હતી. બેઠક બાદ રાહત કમિશનર ગૌરાંગ મકવાણાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, બંગાળ ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે અને આવતીકાલથી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભાવનગર, બોટાદ, અમદાવાદ, આણંદમાં ભારે વરસાદ પડી શકે છે. ઉપરાંત, વડોદરા, ભરૂચ, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે અને નર્મદા, સુરત, તાપી, નવસારી, અને છોટા ઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રેડ એલર્ટ જિલ્લાઓને સતર્ક કરવામાં આવ્યા છે..........જુઓ અહેવાલ.........

