Valsad : સનાતન સંઘના અધ્યક્ષ Updesh Ranaને ISIS તરફથી ધમકીભર્યો ફોન
વલસાડ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આવ્યો વોટ્સએપ કોલ ISISના નામે ઉપદેશ રાણાને ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ ઉપદેશ રાણાએ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ વલસાડમાં સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને ધમકી મળી છે. જેમાં ISISના...
01:15 PM Apr 03, 2025 IST
|
SANJAY
- વલસાડ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે આવ્યો વોટ્સએપ કોલ
- ISISના નામે ઉપદેશ રાણાને ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ
- ઉપદેશ રાણાએ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ
વલસાડમાં સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણાને ધમકી મળી છે. જેમાં ISISના નામે ઉપદેશ રાણાને ધમકી મળતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. સનાતન સંઘના ચેરમેન ઉપદેશ રાણા વલસાડ હાઇવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે વોટ્સએપ કોલ આવ્યો હતો. જેમાં હું ISISમાંથી બોલું છું, તારી કારને બોમ્બથી ઉડાવીશ. તારી સાથે પોલીસની કાર છે તેને પણ બોમ્બથી ઉડાવીશ તેવું ધમકી આપનારે કહ્યું છે. ઉપદેશ રાણા મુંબઇ જઇ રહ્યા હતા ત્યારે ધમકી મળી છે. ઉપદેશ રાણાએ વલસાડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
Next Article