Gujarat Tourism : રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટે વિકાસ કામોને મંજૂરી
ટોડા બહુચરાજી અને ખોડિયાર મંદિર માટે પણ ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. સોલાર, સત્સંગ હોલ અને પાર્કિંગ સુવિધા માટે ગ્રાન્ટ અપાઈ છે.
Advertisement
રાજ્યના પ્રવાસન અને યાત્રાધામ વિકાસ માટે વિકાસ કામોને મંજૂરી આપવામાં આવી છે. એક જ દિવસમાં 28.68 કરોડના કામોને મંજૂરી મળી છે. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીનો વિકાસલક્ષી નિર્ણય થતાં ભક્તોમાં ખુશીનો માહોલ છે. આ નિર્ણય હેઠળ જૂનાગઢ ઉપરકોટ કિલ્લા અને હર્ષદ માતા મંદિર માટે કરોડોની ફાળવણી સરકાર દ્વારા કરવામાં આવી છે. ટોડા બહુચરાજી અને ખોડિયાર મંદિર માટે પણ ગ્રાન્ટની ફાળવણી કરાઈ છે. સોલાર, સત્સંગ હોલ અને પાર્કિંગ સુવિધા માટે ગ્રાન્ટ અપાઈ છે. ગોધરાના ઐતિહાસિક ગાંધી આશ્રમ માટે પણ રૂપિયા ફળવાયા છે. ગાંધી આશ્રમના નવિનીકરણ માટે 3.36 કરોડની ગ્રાન્ટ અપાઈ છે. જ્યારે ડાંગ દરબાર-2026 માટે 1.25 કરોડની જોગવાઈ છે. ઘાટકેશ્વર મહાદેવ મંદિરને પ્રવાસન તરીકે વિકસાવવાનો નિર્ણય કરાયો છે.... જુઓ અહેવાલ....
Advertisement


