Gujarat : UCC અંગે કાયદાના પ્રોફેસરો શું કહે છે ?
ગુજરાત રાજ્યમાં રાજ્ય સરકાર દ્વારા કોમન સિવિલ કોડનો કાયદો લાગુ કરવા માટે કવાયત હાથ ધરી છે. જે અગાઉ કાયદા સંદર્ભે મુદ્દા ઘડવા માટે 5 સભ્યોની કમિટીની રચના પણ કરવામાં આવી છે. આ મામલે ગુજરાત ફર્સ્ટ આ વિષયના જાણકાર એટલે કે લો ફેકલ્ટીના પ્રોફેસરો સાથે વાત કરી હતી.
જાણકારો પાસેથી રાજ્ય સરકારના આ પગલાંને આવકારી રહ્યા છે, સાથે જ સૌથી મહત્વની બાબત એટલે કે દરેક ધર્મ જ્ઞાતિ અને જાતિમાં લગ્ન, છૂટાછેડા, સંપત્તિ અને સંતાનને લઈને અલગ અલગ પ્રકારના રીતરિવાજો હોય છે, જોકે તેમાં સામ્યતા હોવી જરૂરી બની છે, જેથી આવનાર દિવસોમાં કોમન સિવિલ કોડએ સૌથી મહત્વપૂર્ણ સાબિત થશે. એટલું જ નહિ પરંતુ આ કાયદા સંદર્ભે કેટલાક પડકારો પણ હશે, જેમાં સૌથી મોટો પડકાર એ માત્ર ધર્મ નહીં પરંતુ અલગ અલગ સ્થાનિક સ્તરે ચાલતી પરંપરાઓની બાબત પણ છે, જેમનું સંરક્ષણ કરી આ કાયદો તૈયાર કરવો મહત્વની બાબત બની રહેશે.