Ambalal Patel : રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતોની વધારી શકે છે ચિંતા
રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે : અંબાલાલ પટેલ ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનશે. હવામાન શાસ્ત્રી...
01:43 PM Apr 01, 2025 IST
|
SANJAY
- રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે : અંબાલાલ પટેલ
- ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા
- 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા
ગુજરાત રાજ્યમાં કમોસમી વરસાદ ખેડૂતો માટે આફત બનશે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરી છે. જેમાં રાજ્યમાં 4થી 11 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો આવી શકે છે. ગુજરાતના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. દ.ગુજરાત, સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. તેમજ 10થી 13 એપ્રિલમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 14 એપ્રિલથી બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની સિસ્ટમ તૈયાર થશે. જયારે 4 જૂન સુધીમાં રોહિણી નક્ષત્રનો વરસાદ કેટલાક ભાગોમાં થવાની શક્યતા છે.
Next Article