Samaj Bandharan rules: કડક નિયમો છતાં કેમ થાય છે ઉલ્લંઘન? સામાજિક સુધારાની ગ્રાઉન્ડ રિયાલિટી
રાજ્યભરમાં હાલ સામાજિક ક્રાંતિનો પવન ફૂંકાયો હોય તેમ વિવિધ સમાજો દ્વારા કુરિવાજો ડામવા અને શિક્ષણ-રોજગારીને પ્રોત્સાહન આપવા માટે મહત્વપૂર્ણ બેઠકો અને મહાસંમેલનો (Social Gatherings) યોજવામાં આવી રહ્યા છે. ભાભર અને સુરેન્દ્રનગરના દસાડામાં ઠાકોર સમાજ (Thakor Samaj), દાહોદના ગરબાડામાં ભીલ સમાજ, કાંકરેજના થરામાં રાવળદેવ સમાજ અને પંચમહાલમાં બારિયા સમાજ સહિતના વિવિધ વર્ગોએ પોતાના રીત-રિવાજો અનુસાર નવું સામાજિક બંધારણ (Social Constitution) ઘડ્યું છે. આ બંધારણોનો મુખ્ય હેતુ ખોટા ખર્ચાઓ અને કુરિવાજો બંધ કરી સમાજને પ્રગતિના પંથે લઈ જવાનો છે. જોકે, આ ઉમદા પહેલની વચ્ચે એક ચિંતાજનક પાસું એ પણ સામે આવ્યું છે કે હજુ પણ કેટલાક સમાજમાં આ બનાવેલા નિયમોને નેવે મૂકીને ખુલ્લેઆમ ઉલ્લંઘન (Violation of Rules) થઈ રહ્યું છે, જેના કારણે બંધારણની કડક અમલવારી સામે પણ મોટા પ્રશ્નો અને પડકારો ઉભા થયા છે.


