Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Gujarat Weather : રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ વરસાદની એન્ટ્રી

Gujarat Weather : અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં આજે હવામાનમાં અચાનક મોટો પલટો જોવા મળ્યો છે. કાળઝાળ ગરમી બાદ ભારે પવન, ધૂળની ડમરીઓ અને વરસાદી ઝાપટાંને કારણે જનજીવન પ્રભાવિત બન્યું હતું. અમદાવાદ, સાવલી અને દાહોદ સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થવાની તેમજ વીજ પુરવઠો ખોરવાવાની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે.
Advertisement

Gujarat Weather : અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં અચાનક મોટો ફેરફાર જોવા મળ્યો હતો. દિવસભરની ગરમી અને ઉકળાટ બાદ સાંજના સમયે આકાશમાં ઘેરા વાદળો છવાઈ જતાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા લાગી હતી, જેના કારણે Visibility ઘટી જતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ત્યારબાદ શહેરના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડતાં લોકોને ગરમીમાંથી રાહત મળી હતી, જોકે બદલાયેલા વાતાવરણને કારણે રોજિંદું જનજીવન પણ અસરગ્રસ્ત બન્યું હતું. હવામાન વિભાગે પશ્ચિમી વિક્ષેપના પ્રભાવને આ પરિવર્તન માટે જવાબદાર ગણાવ્યું છે, જ્યારે તંત્રે નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. બીજી તરફ વડોદરાના સાવલી વિસ્તાર અને દાહોદ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ અને તેજ પવનના કારણે અનેક સ્થળોએ વૃક્ષો તથા વીજ થાંભલાઓ ધરાશાયી થતાં વીજ પુરવઠો અને વાહન વ્યવહાર ખોરવાયો હતો. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર અને બચાવ ટીમોને એલર્ટ પર રાખવામાં આવી છે તથા લોકોને બિનજરૂરી બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×