Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે કરી આગાહી
રેડ એલર્ટ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે ખેડાના મહેમદાવાદમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો ભિલોડા અને કઠલાલમાં સાડા 3 ઈંચ વરસાદ સાથે કાંકરેજ, વઘઈ, પાટણ, નડિયાદમાં અઢી ઈંચ Gujarat Weather Forecast : રેડ એલર્ટ વચ્ચે ઉત્તર...
12:48 PM Jul 27, 2025 IST
|
SANJAY
- રેડ એલર્ટ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે
- ખેડાના મહેમદાવાદમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો
- ભિલોડા અને કઠલાલમાં સાડા 3 ઈંચ વરસાદ સાથે કાંકરેજ, વઘઈ, પાટણ, નડિયાદમાં અઢી ઈંચ
Gujarat Weather Forecast : રેડ એલર્ટ વચ્ચે ઉત્તર ગુજરાતમાં વરસાદે ધબધબાટી બોલાવી છે. જેમાં ખેડાના મહેમદાવાદમાં 4 કલાકમાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તેમજ દસક્રોઈમાં 2 કલાકમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ભિલોડા અને કઠલાલમાં સાડા 3 ઈંચ વરસાદ સાથે કાંકરેજ, વઘઈ, પાટણ, નડિયાદમાં અઢી ઈંચ વરસાદ છે. તથા વાંસદા, વડગામ, વાવળા, સુબીરમાં 2-2 ઈંચ અને માતર, સિદ્ધપુર, સુઈગામ, આહવામાં 2-2 ઈંચ સાથે મહુધા, દિયોદર, સરસ્વતીમાં પોણા 2 ઈંચ વરસાદ આવ્યો છે.
Next Article