Gujarat Weather Update : આભથી વરસ્યા અંગારા બળબળતી બપોર
ગુજરાતમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો પારો (Heat Wave) સતત ઉંચકાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જેમાં અમદાવાદમાં 43.2 ડિગ્રી...
Advertisement
ગુજરાતમાં ફરી એકવાર કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, જેમાં પશ્ચિમી પવન ફૂંકાવાને કારણે ગરમીનો પારો (Heat Wave) સતત ઉંચકાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 10 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર કરી ગયું છે, જેમાં અમદાવાદમાં 43.2 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં (Surendranagar) સૌથી વધુ 43.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગની આગાહી મુજબ ચાલુ માસમાં અસહ્ય ગરમી પડવાની શક્યતા છે, જોકે નાગરિકો માટે રાહતના સમાચાર એ છે કે આવતીકાલથી ગરમીના પારામાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો (Temperature Drop) થવાની સંભાવના છે, જેનાથી લોકોને બળબળતા તાપમાંથી આંશિક રાહત મળશે.
Advertisement


