Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાએ લાંબી બીમારી બાદ લીધો અંતિમ શ્વાસ

ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાનું નિધન થયું છે. બૈંસલાએ જયપુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમની તબિયત બગડતા તેમને મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. બૈંસલાના નિધન પર લોકો ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અજમેરથી ભાજપ સાંસદ ભગીરથ ચૌધરીએ પોતાના એક ટ્વિટમાં કહ્યું છે કે, કર્નલ કિરોડી સિંહજી બૈંસલાના નિધનના સમà
ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાએ લાંબી બીમારી બાદ લીધો અંતિમ શ્વાસ
Advertisement
ગુર્જર નેતા કિરોડી સિંહ બૈંસલાનું નિધન થયું છે. બૈંસલાએ જયપુર સ્થિત તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. તેમની તબિયત બગડતા તેમને મણિપાલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. 
બૈંસલાના નિધન પર લોકો ટ્વિટર પર તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. અજમેરથી ભાજપ સાંસદ ભગીરથ ચૌધરીએ પોતાના એક ટ્વિટમાં કહ્યું છે કે, કર્નલ કિરોડી સિંહજી બૈંસલાના નિધનના સમાચાર દુઃખદ છે. સમાજને સુધારવામાં અને સમાજને સંગઠિત કરવામાં તમારું યોગદાન અવિસ્મરણીય રહેશે. ભગવાન દિવંગત આત્માને ચરણોમાં સ્થાન આપે અને પરિવારના સભ્યોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ભાજપના રાજસ્થાનના પૂર્વ રાજ્ય પ્રવક્તા લક્ષ્મીકાંત ભારદ્વાજે પણ બૈંસલાના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, 'કર્નલ કિરોડી સિંહ બૈંસલા હવે નથી રહ્યા, શ્રીહરિ તેમને તેમના ચરણોમાં સ્થાન આપે'. 'ઓમ શાંતિ'

જયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર સૌમ્યા ગુર્જરે લખ્યું છે કે, 'કર્નલ કિરોડી સિંહ બૈંસલા નથી રહ્યા, શ્રીહરિ તેમને તેમના ચરણોમાં સ્થાન આપે'. ઓમ શાંતિ. કેબિનેટ મંત્રી રાજેન્દ્ર સિંહ યાદવે લખ્યું- કર્નલ કિરોડી સિંહજી બૈંસલાના નિધનના સમાચાર સાંભળીને હૃદય તૂટી ગયું. સામાજિક એકતા માટે સમર્પિત તેમનું જીવન હંમેશા પ્રેરણા આપતું રહેશે. ભગવાન દિવંગત આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. નમ્ર શ્રદ્ધાંજલિ!'
તાજેતરમાં કર્નલ કિરોડી સિંહ બૈંસલાએ ગુર્જર આરક્ષણ સંઘર્ષ સમિતિની કમાન તેમના પુત્ર વિજય બૈંસલાને સોંપી હતી. કિરોડી સિંહ બૈંસલા સેનામાં કર્નલ હતા. નિવૃત્તિ લીધા પછી, બેંસલાએ રાજકારણમાં પ્રવેશ કર્યો. બૈંસલાએ ટોંક-સવાઈ માધોપુર લોકસભા બેઠક પરથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી હતી પરંતુ કોંગ્રેસના નમોનારાયણ મીણા સામે બહુ ઓછા માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2008માં કર્નલ કિરોડી સિંહ બૈંસલાના નેતૃત્વમાં ગુર્જરોને એસટીમાં સમાવવાની માંગ માટે ગુર્જર આરક્ષણમાં 70 લોકોના મોત થયા હતા. કર્નલ કિરોડી સિંહ બૈંસલા રાજસ્થાનના ગુર્જરો માટે અલગ MBC એટલે કે અન્ય પછાત વર્ગો હેઠળ ગુર્જરો માટે સરકારી નોકરીઓમાં 5 ટકા અનામત મેળવવામાં સફળ થયા. અગાઉ રાજસ્થાનના ગુર્જરો OBCમાં હતા, પરંતુ બૈંસલાના દબાણથી સરકારે ગુર્જરોને MBCમાં સામેલ કરવા પડ્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.

×