ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

જ્ઞાનવાપી મસ્જિદ કેસ જીલ્લા અદાલતને ટ્રાન્સફર કરાયો, શિવલીંગવાળો વિસ્તાર સીલ રહેશે

જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 17 મેનો આદેશ આગલા 8 સપ્તાહ માટે જારી રહેશે. ઉનાળા વેકેશન બાદ જુલાઇના બીજા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ જ્ઞાનવાપી મામલા પર સુનાવણી કરશે. વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ચર્ચા થઇ હતી. જ્ઞાનવાપી કેસ આજે જીલ્લા જજને ટ્રાન્સફર કરી દેવાયો છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આદેશ પણ જારી કàª
11:42 AM May 20, 2022 IST | Vipul Pandya
જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 17 મેનો આદેશ આગલા 8 સપ્તાહ માટે જારી રહેશે. ઉનાળા વેકેશન બાદ જુલાઇના બીજા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ જ્ઞાનવાપી મામલા પર સુનાવણી કરશે. વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ચર્ચા થઇ હતી. જ્ઞાનવાપી કેસ આજે જીલ્લા જજને ટ્રાન્સફર કરી દેવાયો છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આદેશ પણ જારી કàª
જ્ઞાનવાપી મસ્જિદ કેસ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઇ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે 17 મેનો આદેશ આગલા 8 સપ્તાહ માટે જારી રહેશે. ઉનાળા વેકેશન બાદ જુલાઇના બીજા સપ્તાહમાં સુપ્રીમ કોર્ટ જ્ઞાનવાપી મામલા પર સુનાવણી કરશે. 
વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ મામલે સુપ્રીમ કોર્ટમાં આજે ચર્ચા થઇ હતી. જ્ઞાનવાપી કેસ આજે જીલ્લા જજને ટ્રાન્સફર કરી દેવાયો છે. આ સંદર્ભે સુપ્રીમ કોર્ટે આદેશ પણ જારી કર્યો છે. કોર્ટે કહ્યું કે વજૂની વ્યવસ્થા કરવામાં આવશે અને સાથે જ શિવલીંગનો વિસ્તાર પણ સીલ રહેશે. 
મુસ્લીમ પક્ષની એક દલીલ સાંભળ્યા બાદ જસ્ટિસ ચન્દ્રચૂડે કહ્યું કે કોઇ પણ સ્થાનનું ધાર્મિક ચરિત્રની ઓળખ કરવી વર્જીત નથી. વાસ્તવમાં મુસ્લીમ પક્ષના વકીલ એહમદીએ પુછયું હતું કે પૂજા સ્થળના ધાર્મિક ચરિત્રને બદલવા પર સ્પષ્ટ રુપથી રોક છે. આયોગની રચના કેમ કરવામાં આવી હતી. એ જોવાનું હતું કે ત્યાં શું હતું. તેના પર જસ્ટિસે આ ટિપ્પણી કરી હતી. 
આયોગની રીપોર્ટ લીક થવા પર સુપ્રીમ કોર્ટે પણ નારાજગી પ્રગટ કરી હતી. કોર્ટે કહ્યું કે રિપોર્ટ લીક થવી ના જોઇએ અને માત્ર જજ સામે જ રજુ થવી જોઇએ. કોર્ટે સુનાવણી વખતે કહ્યું કે મીડિયામાં લીક થવાનું બંધ થવું જોઇએ. રિપોર્ટ કોર્ટમાં જમા કરવાની હતી. કોર્ટમાં તેને ખોલવાની હતી. અમે જમીન પર સંતુલન અને શાંતિની ભાવના જાળવવાની જરુર છે. એક તરફથી હિલીંગ ટચની જરુર છે. અમે દેશમાં સંતુલનની ભાવવાને જાળવવા માટે સંયુકત મિશન પર છીએ. 
જસ્ટિસ ચન્દ્રચુડે કહ્યું કે સમાજના વિભીન્ન સમુદાયો વચ્ચે ભાઇચારા અને શાંતિ અમારા માટે સૌથી ઉપર છે. અમારો વચગાળાનો આદેશ જારી થઇ શકે છે. તેનાંથી ધીરજ અને શાંતિ જળવાશે.  મુસ્લીમ પક્ષના વકીલે કહ્યું કે જયાં વજૂ કરવામાં આવે છે ત્યાં અમને મંજુરી નથી અને પુરો વિસ્તાર સીલ કરી દેવાયો છે. તેના પર જસ્ટિસે કહ્યું કે અમે જીલ્લા અધિકારીને વૈકલ્પિક વ્યવસ્થા કરવાનું કહીશું. ત્યાં સોલિસીટર જનરલે કહ્યું કે તેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. 
સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે ટ્રાયલ કોર્ટને ચાલતા રોકી શકીએ નહી. શાંતિ જાળવવા સંવિધાનમાં એક સ્વરુપ બનાવાયું છે. તેમણે કહ્યું કે નીચલી અદાલતને નિર્દેશ આપવાના બદલે અમારે સંતુલન જાળવવું જોઇએ. 
હિન્દુ પક્ષકારના વકીલે કહ્યું કે અમે ન્યાયાધીશના વિવેક પર કોઇ તરફનું દબાણ અથવા અંકુશ ચાહતા નથી. વાર્તા બનાવવા માટે આયોગની રિપોર્ટને લીક કરવામાં આવ્યો છે.અહમદીએ કહ્યું કે કેસને જો નિચલી અદાલતમાં મોકલાશે તો જ્ઞાનવાપી મસ્જિદ પર યથાસ્થિતી જાળવવામાં આવે.  
Tags :
GujaratFirstGyanvapimosquesuprimcourt
Next Article