ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મિત્રો પાસેથી ઉછીના નાણાં લઈને દસ્તાવેજ કરાવવા પડ્યા !

વડોદરા શહેર આમ તો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે શહેર ની ચારે તરફ નવા બાંધકામો થઈ રહ્યા છે ત્યારે એકાએક જંત્રી ના ભાવ બમણા થઈ જતાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં બ્રેક લાગવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ સેંકડો અરજદારો દસ્તાવેજની નોંધણીને લઈ મુશ્કેલી માં મુકાયા છે.શહેર જિલ્લાની 8 દસ્તાવેજ નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈ અસમંજસ ભરી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે આજે અકોટા સબ રજીસ્àª
02:39 PM Feb 06, 2023 IST | Vipul Pandya
વડોદરા શહેર આમ તો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે શહેર ની ચારે તરફ નવા બાંધકામો થઈ રહ્યા છે ત્યારે એકાએક જંત્રી ના ભાવ બમણા થઈ જતાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં બ્રેક લાગવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ સેંકડો અરજદારો દસ્તાવેજની નોંધણીને લઈ મુશ્કેલી માં મુકાયા છે.શહેર જિલ્લાની 8 દસ્તાવેજ નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈ અસમંજસ ભરી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે આજે અકોટા સબ રજીસ્àª
વડોદરા શહેર આમ તો વિકાસની હરણફાળ ભરી રહ્યું છે શહેર ની ચારે તરફ નવા બાંધકામો થઈ રહ્યા છે ત્યારે એકાએક જંત્રી ના ભાવ બમણા થઈ જતાં કન્સ્ટ્રક્શનના વ્યવસાયમાં બ્રેક લાગવાના એંધાણ વર્તાઈ રહ્યા છે તો બીજી તરફ સેંકડો અરજદારો દસ્તાવેજની નોંધણીને લઈ મુશ્કેલી માં મુકાયા છે.
શહેર જિલ્લાની 8 દસ્તાવેજ નોંધણી કચેરીમાં જંત્રીના ભાવને લઈ અસમંજસ ભરી સ્થિતિ સર્જાઈ છે.ત્યારે આજે અકોટા સબ રજીસ્ટાર ની કચેરી એ આવેલા અરજદાર રામ કૃષ્ણ પ્રસાદે જણાવ્યું હતું કે તેમને હાલ જ શહેરમાં એક મકાન ખરીદ્યું છે.થોડા દિવસો અગાઉ તેમણે અકોટા ખાતે ની સબ રજીસ્ટાર કચેરી ખાતે દસ્તાવેજ નોંધણી ના 1.50 લાખ રૂપિયા ચૂકવ્યા હતા.પરંતુ રાજ્ય સરકાર દ્વારા એકાએક જંત્રી ના ભાવ ડબલ કરી દેવાતા તેમની મુશ્કેલી માં વધારો થયો છે.
વધુ માં તેમને જણાવ્યું હતું કે અગાઉ તેમના દ્વારા દસ્તાવેજ નોંધણી માટે 1.50 લાખ ભરવામાં આવ્યા હતા પરંતુ જંત્રી બમણી થતાં વધુ 1.50 લાખ ભરવા ની નોબત આવી છે આમ તો સામાન્ય વ્યક્તિ માટે તાત્કાલિક આટલી મોટી રકમ લાવવી શક્ય નથી તો બીજી તરફ મકાન ના દસ્તાવેજ ની નોંધણી પણ એટલી જ જરૂરી છે ત્યારે તેમને પોતાના મિત્ર વર્તુળ આગળ હાથ લંબાવી આર્થિક સહાય લેવાની નોબત આવી છે.જંત્રીના ભાવમાં થયેલા વધારાને કારણે હાલમાં ભારે મૂંઝવણ ઊભી થઈ છે. અમે રજુઆત કરી છે કે અમારા દ્વારા  સ્ટેમ્પ ડ્યુટી માટે ની એપોઇન્ટમેન્ટ પહેલેથી લેવામાં આવી છે. તો અમારા દસ્તાવેજ ની નોંધણી નવા ભાવ ને બદલે જુના ભાવ પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી લેવી જોઈએ. અને જે નવા દર છે તે પ્રમાણે હવેથી લાગુ કરવા જોઈએ.અમારે પહેલેથી ટોકન છે તો પહેલા ભાવ પ્રમાણે અમારું કામ થવું જોઈએ.
દસ્તાવેજ ધારકે 5 તારીખે ટોકન કે સ્ટેમ્પ લીધો છે
તો બીજી તરફ અકોટા કચેરી ના સબ રજીસ્ટાર જીજ્ઞેશ સાંભવા એ જણાવ્યું હતું કે હાલમાં કોઈ સમસ્યા નથી. જેને જુના ટોકન લીધેલા છે અને જેને સ્ટેમ ખરીદી લીધો છે સાથે જ 4 તારીખ સુધીના જેટલા પણ સ્ટેમ્પ ખરીદ્યા છે તેમને જુના જંત્રી દર લાગુ પડશે. અને જે કોઈ દસ્તાવેજ ધારકે 5 તારીખે ટોકન કે સ્ટેમ્પ લીધો છે તેઓને નવી જંત્રી પ્રમાણે ડબલ ભાવ ભરવો પડશે.જૂની જંત્રી પ્રમાણે જે ભાવ છે તે ભાવના ડબલ ભાવ કરી નવા ભાવ લાગુ કરવામાં આવશે.હાલમાં જુના ટોકન લઈ આવનારને જૂનો અને નવા આવેલા દસ્તાવેજ ધારકોને નવા ભાવ ચૂકવવા પડશે.
ગાંધીનગરની મુલાકાત લેવામાં આવી હતી.
આ અંગે વડોદરા ક્રેડાઈ પ્રમુખ મયંક પટેલે જણાવ્યું હતું કે આજે ક્રેડાઇ દ્વારા ગાંધીનગરની મુલાકાત લેવામાં આવી હતી.જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્ર ભાઈ પટેલની અધ્યક્ષતામાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુખ્ય મંત્રી સહિત રેવન્યુના અધિકારીઓ, વિવિધ ક્રેડાઈના સેક્ટરોના આગેવાનોની રજૂઆતો સાંભળવામાં આવી હતી. રજુઆતોના આધારે મુખ્ય મંત્રી દ્વારા હકારાત્મક દિશામાં નિર્ણય લેવાશે તેવી ખાતરી પણ આપવામાં આવી હતી. આજે મળેલી આ બેઠક રેવન્યુના જવાબદાર અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે નવી જંત્રી મામલે યોગ્ય ઘટતું કરવામાં આવશે તેવું રાજ્ય સરકાર દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આપણ  વાંચો-લાખો ઉમેદવારો ના સપના ની જેમ ફૂટેલા પેપરના પણ ટુકડે ટુકડા કરી દેવાયા !
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
ApplicantsConstructiondocumentGujaratFirstJantripriceVadodara
Next Article