કોંગ્રેસની આજે હલ્લા બોલ રેલી, મોંઘવારી મુદ્દે રાહુલ કેન્દ્ર સરકાર પર કરશે આકરા પ્રહાર
કોંગ્રેસની આજે દિલ્હીમાં 'હલ્લા બોલ રેલી'નું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં સવારે 11 વાગ્યે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના મોટા નેતાઓ સંબોધિત કરશે. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર GSTને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરશે.ભારત જોડો યાત્રા પહેલા કોંગ્àª
03:19 AM Sep 04, 2022 IST
|
Vipul Pandya
કોંગ્રેસની આજે દિલ્હીમાં 'હલ્લા બોલ રેલી'નું આયોજન કરવામાં આવ્યું છે. દિલ્હીના રામલીલા મેદાનમાં સવારે 11 વાગ્યે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલીને પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સહિત પાર્ટીના મોટા નેતાઓ સંબોધિત કરશે. આ રેલીમાં કોંગ્રેસના નેતાઓ મોંઘવારી, બેરોજગારી અને જીવનજરૂરી ચીજવસ્તુઓ પર GSTને લઈને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરશે.
ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ રામલીલા મેદાનથી મોંઘવારી વિરુદ્ધ રેલી કરવા જઈ રહી છે. રાહુલ ગાંધી દેશની રાજધાનીથી કેન્દ્ર સરકાર અને ભાજપને કડક સંદેશ આપશે. કોંગ્રેસના નેતાઓએ શનિવારે જણાવ્યું હતું કે, દર વખતની જેમ આ વખતે પણ કોંગ્રેસ જનતાના પ્રશ્નો ઉઠાવશે અને કેન્દ્ર સરકારને જમીન પરથી કડક સંદેશ આપશે. આજે દિલ્હીના રામલીલા મેદાનમાં કોંગ્રેસની મોંઘવારી પર હલ્લા બોલ રેલી યોજાવાની છે જે માટે મેદાનમાં તૈયારીઓ કરી દેવામાં આવી છે. અહીં એક મોટું સ્ટેજ બનાવવામાં આવ્યું છે. જેની સામે મોટી સંખ્યામાં ખુરશીઓ સુશોભિત છે. આ ઉપરાંત સમગ્ર મેદાન અને આસપાસના વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના પોસ્ટર અને મોંઘવારી વિરુદ્ધના બેનરો લગાવવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 7 સપ્ટેમ્બરથી કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ભારત જોડો યાત્રા પહેલા કોંગ્રેસ આક્રમકરૂપમાં દેખાઇ રહી છે. પાર્ટી સતત ભાજપને નિશાનો બનાવી રહી છે. કોંગ્રેસનું કહેવું છે કે, મોંઘવારી અને બેરોજગારી સામાન્ય લોકોની સમસ્યા છે, જેને દરેક મંચ પર ઉઠાવવામાં આવશે. 'ભારત જોડો યાત્રા' કોંગ્રેસ પાર્ટીનો અત્યાર સુધીનો સૌથી મોટો જનસંપર્ક કાર્યક્રમ છે, જ્યાં પાર્ટીના નેતાઓ પાયાના સ્તરે સામાન્ય લોકો સુધી પહોંચશે.
Next Article