ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

અબ્દુલ કરીમ તેલગીના રોલ માટે હંસલ મહેતાનો પરફેક્ટ ચહેરો, જુઓ પ્રથમ ઝલક

સ્કેમ 1992 બનાવ્યા બાદ ડિરેક્ટર હંસલ મહેતાએ 2003માં કૌભાંડ પર સિરિઝની જાહેરાત કરી હતી. ત્યારથી ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા. આખરે, હવે તે સસપેન્સ ઓપન થયું છે કે સિરીઝમાં અબ્દુલ કરીમ તેલગીનો રોલ કોણ કરશે. સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરીઃ ડિરેક્ટર હંસલ મહેતા 'સ્કેમ 2003 - ધ ટેલગી સ્ટોરી' લઈને આવી રહ્યા છે. આ સીરિઝને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. 'સ્કેમ 1992 - ધ હર્ષદ મહેતા સ્ટોરી' જોયા પછી બધા હંસલ મહેતાà
12:07 PM May 24, 2022 IST | Vipul Pandya
સ્કેમ 1992 બનાવ્યા બાદ ડિરેક્ટર હંસલ મહેતાએ 2003માં કૌભાંડ પર સિરિઝની જાહેરાત કરી હતી. ત્યારથી ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા. આખરે, હવે તે સસપેન્સ ઓપન થયું છે કે સિરીઝમાં અબ્દુલ કરીમ તેલગીનો રોલ કોણ કરશે. સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરીઃ ડિરેક્ટર હંસલ મહેતા 'સ્કેમ 2003 - ધ ટેલગી સ્ટોરી' લઈને આવી રહ્યા છે. આ સીરિઝને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. 'સ્કેમ 1992 - ધ હર્ષદ મહેતા સ્ટોરી' જોયા પછી બધા હંસલ મહેતાà
સ્કેમ 1992 બનાવ્યા બાદ ડિરેક્ટર હંસલ મહેતાએ 2003માં કૌભાંડ પર સિરિઝની જાહેરાત કરી હતી. ત્યારથી ફેન્સ તેની રાહ જોઈ રહ્યા હતા. આખરે, હવે તે સસપેન્સ ઓપન થયું છે કે સિરીઝમાં અબ્દુલ કરીમ તેલગીનો રોલ કોણ કરશે. 
સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરીઃ ડિરેક્ટર હંસલ મહેતા 'સ્કેમ 2003 - ધ ટેલગી સ્ટોરી' લઈને આવી રહ્યા છે. આ સીરિઝને લઈને ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. 'સ્કેમ 1992 - ધ હર્ષદ મહેતા સ્ટોરી' જોયા પછી બધા હંસલ મહેતાના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા. ડિરેક્ટરે ગયા વર્ષે માર્ચમાં આ સિરીઝની જાહેરાત કરી હતી. હવે આ સીરિઝના મુખ્ય અભિનેતાની શોધનો અંત આવ્યો છે. હંસલ મહેતા 'સ્કેમ 2003 - ધ તેલગી સ્ટોરી' દ્વારા સ્ટેમ્પ કૌભાંડને સ્ક્રીન પર બતાવવા જઈ રહ્યા છે. આ કૌભાંડનો માસ્ટર માઈન્ડ અબ્દુલ કરીમ તેલગી હતો. 

અબ્દુલ કરીમ તેલગીનું પાત્ર આ એક્ટર નિભાવશે
હંસલ મહેતાએ ઈન્સ્ટાગ્રામ પર 27 સેકન્ડનો ટીઝર વીડિયો શેર કર્યો છે. આમાં તેલગીના અલગ-અલગ સ્ટાઈલમાં ફોટોઝનો કોલાઝ જોવા મળી રહ્યા છે. આ વીડિયોના કેપ્શનમાં હંસલ મહેતાએ લખ્યું, 'તેલગી મિલ ગયા. અભિનેતા ગગન દેવ રિયારને મળો, જે કૌભાંડ 2003માં તેલગી તરીકે જોવા મળશે.
હંસલ મહેતા દિગ્દર્શન નહીં કરે
'સ્કેમ 2003 - ધ ટેલગી સ્ટોરી' એપ્લોઝ એન્ટરટેઈનમેન્ટ દ્વારા નિર્મિત છે અને સિરીઝ સોની લિવ એપ પર રિલીઝ થશે. પરંતુ આ વખતે દિગ્દર્શક હંસલ મહેતા તેનું નિર્દેશન કરશે નહીં. તેના બદલે તુષાર હિરાનંદાની તેનું દિગ્દર્શન કરશે. હંસલ મહેતા શો રનર છે. મુકેશ છાબરાએ સિરીઝનું કાસ્ટિંગની જવાબદારી સંભાળશે. 
કોણ છે ગગન દેવ રિયાર?
અભિનેતા ગગન દેવ રિયારે સોનચિરીયા, અ સુટેબલ બોય જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. લોકોને તેમનો અભિનય પસંદ કર્યો છે અને હવે તે સિરિઝની દુનિયામાં ઝંપલાવશે. તેની પહેલી ઝલક જોઈને ફેન્સ ખૂબ જ ખુશ છે. લાગે છે કે હંસલ મહેતા બીજા અભિનેતાનું ભાગ્ય બદલવા માટે રેડી થઈ ગયા છે. આ પહેલા પ્રતિક ગાંધીએ 1992 સ્કેમમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ સિરિઝ બાદ તે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગયો હતો.

શું હતું સ્ટેમ્પ પેપર કૌભાંડ?
2003માં સ્ટેમ્પ પેપર કૌભાંડનો પર્દાફાશ થયો હતો, જેનો મુખ્ય સૂત્રધાર તરીકે અબ્દુલ કરીમ તેલગીને જવાબદાર ગણવામાં આવ્યો હતો. હંસલ મહેતા હવે આ રૂ. 20,000 કરોડના કૌભાંડની વાર્તા દર્શકોને નજીકથી બતાવશે. આ સિરિઝ પણ રિપોર્ટરની ડાયરી પરથી બનાવાિ છે. જેમાં બતાવવામાં આવશે કે કર્ણાટકમાં જન્મેલો અબ્દુલ કરીમ આટલા મોટા કૌભાંડને કેવી રીતે અંજામ આપે છે.
Tags :
abdulkarimitaigiEntertainmentNewsGujaratFirstharshadmrhtaupcomingprojectsonyliveWebSeries
Next Article