ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા, જાણો શું કર્યું ટ્વીટ

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ પર આરોપ લગાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. સમાચાર સંસ્થા પીટીઆઇએ કરેલા ટ્વીટ મુજબ  હાર્દિક પટેલે પોતાને હેરાન કરાઇ રહ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. પીટીઆઇએ કરેલા ટ્વીટ મુજબ હાર્દિક પટેલ દ્વારા એમ જણાવાયું છે કે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જેનાથી તેઓ દુઃખ અનુભવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નà«
01:51 PM Apr 14, 2022 IST | Vipul Pandya
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ પર આરોપ લગાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. સમાચાર સંસ્થા પીટીઆઇએ કરેલા ટ્વીટ મુજબ  હાર્દિક પટેલે પોતાને હેરાન કરાઇ રહ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. પીટીઆઇએ કરેલા ટ્વીટ મુજબ હાર્દિક પટેલ દ્વારા એમ જણાવાયું છે કે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જેનાથી તેઓ દુઃખ અનુભવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નà«
ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ પર આરોપ લગાવતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. સમાચાર સંસ્થા પીટીઆઇએ કરેલા ટ્વીટ મુજબ  હાર્દિક પટેલે પોતાને હેરાન કરાઇ રહ્યા હોવાનો ઘટસ્ફોટ કર્યો છે. 
પીટીઆઇએ કરેલા ટ્વીટ મુજબ હાર્દિક પટેલ દ્વારા એમ જણાવાયું છે કે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે. જેનાથી તેઓ દુઃખ અનુભવી રહ્યા છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઇચ્છે છે કે, હું પક્ષ છોડીને જતો રહું. મને વધુ દુઃખ થાય છે કે મેં રાહુલ ગાંધીને ઘણી વખત આ સ્થિતિ અંગે જાણ કરી છે પણ કોઇ એકશન લેવામાં આવ્યા નથી. 

હાર્દિક પટેલે પોતે પણ ટ્વીટ કરતાં કહ્યું હતું કે, સાચું બોલવું જોઇએ કારણ કે હું પાર્ટીનું ભલું ઇચ્છું છું. રાજયની જનતા આપણા પાસે આશા રાખે છે અને આપણે આ આશા પર ખરા ન ઉતરીએ તો પછી આ નેતાગીરીનો શો અર્થ છે. મેં આજ દિન સુધી પક્ષને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ ચાલુ રાખીશ. મને પદનો કોઇ મોહ નથી. હું કામનો ભૂખ્યો છું. 
હાર્દિક પટેલ સંબધિત ચર્ચાના કારણે ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હાર્દિક પટેલ કોંગ્રેસ છોડી શકે છે તેવી ચર્ચા શરુ થઇ છે. તેઓ આપમાં જોડાય છે કે ભાજપમાં જોડાય છે તેવી ચર્ચાઓ પણ ગુરુવારે દિવસભર સાંભળવા મળી હતી. જો કે હાર્દિક પટેલ હજુ આ વિશે કોઇ ચોકકસ ફોડ પાડયો નથી. 
Tags :
GujaratFirstHardikPatelTweet
Next Article