ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

વ્યક્તિગત લાભ માટે હાર્દિકે કોંગ્રેસ છોડી : જગદીશ ઠાકોર

બુધવારે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આજે (ગુરુવાર) પ્રેસ કોન્ફરન્સ કરી. જેમા તેમણે કોંગ્રેસ પાર્ટીમાં કેટલી ખામીઓ છે તે અંગે જણાવ્યું હતું. વળી તેના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા સમક્ષ બોલતા જગદીશ ઠાકોરે કહ્યું કે, 'પોતાના માણસ મારે યુવા કોંગ્રેસમાં જોઇએ છે, પોતાના માણસ મારે મહિલા કà«
07:12 AM May 19, 2022 IST | Vipul Pandya
બુધવારે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આજે (ગુરુવાર) પ્રેસ કોન્ફરન્સ કરી. જેમા તેમણે કોંગ્રેસ પાર્ટીમાં કેટલી ખામીઓ છે તે અંગે જણાવ્યું હતું. વળી તેના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. મીડિયા સમક્ષ બોલતા જગદીશ ઠાકોરે કહ્યું કે, 'પોતાના માણસ મારે યુવા કોંગ્રેસમાં જોઇએ છે, પોતાના માણસ મારે મહિલા કà«
બુધવારે કોંગ્રેસ પાર્ટીના તમામ પદ પરથી રાજીનામું આપ્યા બાદ હાર્દિક પટેલે આજે (ગુરુવાર) પ્રેસ કોન્ફરન્સ કરી. જેમા તેમણે કોંગ્રેસ પાર્ટીમાં કેટલી ખામીઓ છે તે અંગે જણાવ્યું હતું. વળી તેના જવાબમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. 
મીડિયા સમક્ષ બોલતા જગદીશ ઠાકોરે કહ્યું કે, "પોતાના માણસ મારે યુવા કોંગ્રેસમાં જોઇએ છે, પોતાના માણસ મારે મહિલા કોંગ્રેસમાં જોઇએ છે, તો બધે બધુ કોઇ એક વ્યક્તિથી ન ચાલે. સામૂહિક રીતે નિર્ણય લઇ ક્યાકને ક્યા નાના-મોટા પ્રશ્નો હોય તો તે રીતે નિર્ણય લેવામાં આવતા હોય." ઉપરાંત જગદીશ ઠાકોરે કહ્યું કે, "હાર્દિક પટેલે જે રીતે એક-બે મહિનાથી પ્રેસ મીડિયામાં બોલતા હતા તેના અણસાર કોંગ્રેસને પણ હતા. એમના જે કેસો ચાલતા તે કેસોમાં તેમને જામીન મળ્યા ત્યારથી લઇને તેમના ભાજપ સાથે સંપર્ક હતા તેની પણ જાણકારી કોંગ્રેસને હતી. અમને એવું હતું કે, અમારી સાથે બેઠા છે એટલે વફાદારીથી રહેશે. જનરલ ડાયરના શબ્દ પ્રયોગ કરવાવાળા જનરલ ડાયરને શરણે નહીં થાય અથવા પોતાને લાંબી સજાઓમાં નહીં જવું પડે તેના માટે કોઇ સમાધાન નહીં કરે, એક ચહેરો બન્યો હતો અને તે સમાજનો એક સારો ચહેરો બન્યો હતો. જે કોઇ પણ ભોગે કોઇને સરન્ડર નહીં થાય એવો એક વિશ્વાસ હતો. તેના ભાગરૂપે અમે ક્યાકને ક્યાક ડાયલોગ થાય અને સારી રીતે તેનો રસ્તો નીકળે તે બાબતમાં અમે કામ કરતા હતા."
ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલે બુધવારે કોંગ્રેસના તમામ પદ અને સભ્યપદેથી રાજીનામુ આપ્યું હતુ અને તેણે સોનિયા ગાંધીને સંબોધીને લખેલા રાજીનામા પત્રમાં પાર્ટી પ્રત્યે પોતાની વેદનાઓ ઠાલવી હતી. આજે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી અને કોંગ્રેસ પાર્ટી શું છે તે અંગે જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસની વિચારધારા અંગે પણ સવાલો ઉઠાવ્યા છે. તેમણે ગુજરાત કોંગ્રેસ પર જાતિવાદીનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, હું પાટીદાર આંદોલન વખતે જનતા માટેની લડાઇ લડ્યો હતો. કોંગ્રેસ માટે નારાજગી વ્યક્ત કરતા હાર્દિકે કહ્યું કે, કોંગ્રેસમાં કાર્યકારી પ્રમુખની કામગીરી શોભાના ગાંઠિયા જેવી હતી. હું ગઈકાલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ આજે ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. 2015થી 2019 સુથી ઈમાનદારીથી લડત લડી છે. 2019ના માર્ચમાં કોંગ્રેસમાં જોડાયો હતો. ગુજરાતના લોકોની વાત કરવા આક્રમકતાથી કોંગ્રેસમાં જોડાયો હતો. 2019થી 2022ના સમયગાળામાં કોંગ્રેસને નજીકથી જાણી છે. કોંગ્રેસ સૌથી મોટી જાતિવાદી રાજનીતિ કરે છે. 
Tags :
BJPCongressGujaratGujaratFirstHardikPatelJagdishThakorPressConference
Next Article