Harsh Sanghavi : Gujarat University ખાતે 'ભારતકૂલ અધ્યાય–2' ફેસ્ટિવલ
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત 'ભારતકૂલ અધ્યાય–2' ફેસ્ટિવલ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હાજરી આપી હતી. આ સેશન દરમિયાન, DyCM હર્ષભાઈ સંઘવીએ જાણીતા પત્રકાર અજયભાઈ ઉમટ સાથે સંવાદ કર્યો
01:51 PM Dec 13, 2025 IST
|
Mihirr Solanki
ગુજરાત યુનિવર્સિટી ખાતે આયોજિત 'ભારતકૂલ અધ્યાય–2' ફેસ્ટિવલ કાર્યક્રમ અંતર્ગત એક વિશેષ સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ હાજરી આપી હતી. આ સેશન દરમિયાન, DyCM હર્ષભાઈ સંઘવીએ જાણીતા પત્રકાર અજયભાઈ ઉમટ સાથે સંવાદ કર્યો હતો. આ પ્રસંગે, હર્ષભાઈ સંઘવીએ એક મહત્વની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, "2030ની સૌ પ્રથમ કોમનવેલ્થની યજમાની અમદાવાદને મળી" છે. આ ઐતિહાસિક સિદ્ધિ બદલ તેમણે સમસ્ત અમદાવાદીઓ, ગુજરાતીઓ અને ભારતીયોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા, જે ગુજરાત અને દેશ માટે ગૌરવની ક્ષણ છે.
Next Article