Vadodara : અશાંતધારા પર DyCM Harshbhai Sanghavi નું નિવેદન
ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અશાંતધારા ના કાયદા મુદ્દે વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે જ્યારે સરકાર સામાન્ય નાગરિકોના હિત માટે કાયદાનું કડક પાલન કરાવી રહી છે, ત્યારે વિપક્ષને પેટમાં કેમ દુખે છે? વડોદરામાં આપેલા નિવેદનથી રાજકીય ગરમાવો આવી ગયો છે.
Advertisement
વડોદરામાં એક કાર્યક્રમ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અશાંતધારાના કાયદાના અમલીકરણ અંગે આક્રમક વલણ અપનાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે અશાંતધારાની વાત સાંભળીને જ કોંગ્રેસ ધુંઆપૂંઆ થઈ જાય છે. સંઘવીએ જનતાને સંબોધતા પૂછ્યું હતું કે, "શું અશાંતધારાના નિયમોનું મજબૂત પાલન થવું જોઈએ કે નહીં?"
તેમણે વધુમાં ઉમેર્યું કે, મજબૂત અશાંતધારો અમલી બનાવવાથી કોંગ્રેસ અને 'આપ' (AAP) ના પેટમાં કેમ દુખે છે તે સમજાતું નથી. હર્ષ સંઘવીએ આક્ષેપ કર્યો હતો કે વિપક્ષ હંમેશા આ કાયદાનો વિરોધ કરીને શું સાબિત કરવા માંગે છે? સરકાર કોઈ પણ ભોગે સામાજિક સંતુલન અને નાગરિકોની સુરક્ષા માટે અશાંતધારાના કાયદાનું ચુસ્ત પાલન કરાવવા કટિબદ્ધ છે.
Advertisement
Advertisement


